વાપી ઉદ્યોગનગર પોલીસે 18 ગુમ થયેલા મોબાઇલ પરત આપ્યા
વાપી, 31 મે (હિ.સ.) : ગુજરાત પોલીસના પ્રજાલક્ષી અભિગમ અંતર્ગત ચાલી રહેલા ‘તેરા તુજકો અર્પણ’ અભિયાનને વધુ એક સફળતા મળી છે. વાપી ઉદ્યોગનગર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલા 18 મોબાઇલ ફોન શોધી કાઢી તેમના મૂળ માલિકોને પરત સોંપ્
વાપી ઉદ્યોગનગર પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન હેઠળ શોધી કાઢેલા ગુમ થયેલા મોબાઇલ ફોન તેમના મૂળ માલિકોને પરત સોંપ્યા.


વાપી, 31 મે (હિ.સ.) : ગુજરાત પોલીસના પ્રજાલક્ષી અભિગમ અંતર્ગત ચાલી રહેલા ‘તેરા તુજકો અર્પણ’ અભિયાનને વધુ એક સફળતા મળી છે. વાપી ઉદ્યોગનગર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલા 18 મોબાઇલ ફોન શોધી કાઢી તેમના મૂળ માલિકોને પરત સોંપ્યા છે. પરત અપાયેલા મોબાઇલ ફોનની કુલ કિંમત રૂ. 4,18,901 થાય છે.

ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ડો. કે. એલ. એન. રાવ (IPS)ના માર્ગદર્શન હેઠળ તેમજ સુરત રેન્જના આઈજીપી પ્રેમ વીર સિંહ (IPS) અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા (IPS)ની સૂચના અનુસાર આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વાપી ડિવિઝનના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક જે. કે. પટેલના માર્ગદર્શન હેઠળ વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી મોબાઇલ ગુમ થયાની અરજીઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસ ઇન્સ્પેક્ટર એસ. પી. ગોહિલની રાહબરી હેઠળ પોલીસ ટીમે CEIR પોર્ટલ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુમ થયેલા મોબાઇલ ફોન શોધી કાઢ્યા હતા. ત્યારબાદ વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે આયોજિત કાર્યક્રમમાં કુલ 18 અરજદારોને તેમના મોબાઇલ ફોન પરત આપવામાં આવ્યા હતા.

આ કામગીરીમાં અ.હે.કો. માધુભાઈ કનુભાઈ તેમજ અ.પો.કો. જયદીપસિંહ પ્રતાપસિંહ, કપિલદેવ ભુપેન્દ્રકુમાર, રાકેશ ગોપાળભાઈ, કિશોરભાઈ ભવાનભાઈ અને કિરપાલસિંહ જમસંગભાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

વાપી ઉદ્યોગનગર પોલીસની આ કામગીરીથી નાગરિકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” સૂત્રને પણ સાર્થકતા મળી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande