જીપીસીબીના ઇતિહાસમાં પ્રથમ મહિલા સભ્ય સચિવ તરીકે દીપાલી ટાંકની નિમણૂંક
વાપી, 04 મે (હિ.સ.) : ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા સભ્ય સચિવ તરીકે દીપાલી ટાંકની નિમણૂંક કરવામાં આવી છે, જે રાજ્ય માટે ગૌરવની બાબત માનવામાં આવી રહી છે. ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના નાયબ સચિવ દ્વારા તા.
દીપાલી ટાંક – જીપીસીબીની પ્રથમ મહિલા સભ્ય સચિવ.


વાપી, 04 મે (હિ.સ.) : ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા સભ્ય સચિવ તરીકે દીપાલી ટાંકની નિમણૂંક કરવામાં આવી છે, જે રાજ્ય માટે ગૌરવની બાબત માનવામાં આવી રહી છે.

ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના નાયબ સચિવ દ્વારા તા. 30મી એપ્રિલથી દીપાલી ટાંકને જીપીસીબીના સભ્ય સચિવ તરીકે નિયુક્ત કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

દીપાલી ટાંક અગાઉ પણ પર્યાવરણ અને વહીવટી ક્ષેત્રમાં નોંધપાત્ર અનુભવ ધરાવે છે, જેના કારણે તેમની આ નિમણૂંકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જીપીસીબીમાં તેમની નિમણૂંકથી બોર્ડના કાર્યોમાં વધુ પારદર્શિતા અને કાર્યક્ષમતા વધવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રાજ્યના ઔદ્યોગિક વિસ્તારોમાં પ્રદૂષણ નિયંત્રણ અને પર્યાવરણ સંરક્ષણ માટે જીપીસીબી મહત્વની ભૂમિકા ભજવે છે. આવા સમયે પ્રથમ મહિલા સભ્ય સચિવ તરીકે દીપાલી ટાંકની નિમણૂંકને સકારાત્મક પગલું ગણવામાં આવી રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande