વાપીમાં કેનેડિયન નાગરિકોને નિશાન બનાવતું આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ઝડપાયું, મહિલાઓ સહિત 11 આરોપીઓ ઝડપાયા
વલસાડ, 11 જૂન (હિ.સ.) : વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ વાપીના ડુંગરા વિસ્તારમાં આવેલ હરિયા પાર્ક ખાતે દરોડો પાડી વિદેશી નાગરિકોને છેતરપિંડી કરતું એક હાઈટેક આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. પોલીસે મહિલાઓ સહિત કુલ 11 આરોપીઓની ધરપ
વાપીમાં SOGના દરોડા દરમિયાન કોલ સેન્ટરમાંથી શંકાસ્પદ આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરાઈ.


વલસાડ, 11 જૂન (હિ.સ.) : વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ વાપીના ડુંગરા વિસ્તારમાં આવેલ હરિયા પાર્ક ખાતે દરોડો પાડી વિદેશી નાગરિકોને છેતરપિંડી કરતું એક હાઈટેક આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. પોલીસે મહિલાઓ સહિત કુલ 11 આરોપીઓની ધરપકડ કરી છે.

પ્રાથમિક તપાસ મુજબ આરોપીઓ કેનેડાના નાગરિકોને ફોન કરીને પોતાને કેનેડિયન સિક્યોરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ (CSIS) તથા રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP)ના અધિકારીઓ તરીકે ઓળખાવતા હતા. તેઓ નાગરિકોને તેમના પાર્સલમાં ગેરકાયદેસર સામાન, ડ્રગ્સ અથવા શંકાસ્પદ રકમ મળી હોવાની ખોટી માહિતી આપી ડરાવતા હતા. ત્યારબાદ કાનૂની કાર્યવાહીથી બચાવવા અને કેસ સમાધાન કરવાના બહાને ડોલરમાં રકમ વસૂલતા હોવાનું સામે આવ્યું છે. દરોડા દરમિયાન પોલીસે લેપટોપ, મોબાઇલ ફોન, ઇન્ટરનેટ સાધનો અને વિદેશી ડેટા સહિતનો મહત્વનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં આ રેકેટ લાંબા સમયથી કાર્યરત હોવાનું અને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હાલ SOG દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને રેકેટના મુખ્ય સૂત્રધારો તેમજ અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande