જામનગર શહેરના સાત રસ્તા ગાર્ડનનો સમય બગડ્યો, ઓનલાઇન ફરિયાદનો માત્ર કાગળ પર નિકાલ..!
જામનગર, 13 જૂન (હિ.સ.) : જામનગરમાં શહેરીજનો માટે સાંજના સમયે વિસામો લેવાનું અને બાળકો માટે રમવાનું મનપસંદ સ્થળ એટલે સાત રસ્તા પાસે આવેલું જામનગર મહાનગરપાલિકાનું જાહેર ગાર્ડન. નિયમ મુજબ આ ગાર્ડનનો સત્તાવાર સમય સાંજે 4 થી રાત્રે 10 વાગ્યા સુધીનો છે,
સાત રસ્તા ગાર્ડન ના સમય બોર્ડમાં ચેડાં


જામનગર, 13 જૂન (હિ.સ.) : જામનગરમાં શહેરીજનો માટે સાંજના સમયે વિસામો લેવાનું અને બાળકો માટે રમવાનું મનપસંદ સ્થળ એટલે સાત રસ્તા પાસે આવેલું જામનગર મહાનગરપાલિકાનું જાહેર ગાર્ડન. નિયમ મુજબ આ ગાર્ડનનો સત્તાવાર સમય સાંજે 4 થી રાત્રે 10 વાગ્યા સુધીનો છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી વહેલો ગાર્ડન બંધ કરાવી દેવાના બદઈરાદાથી બોર્ડ પર છેડછાડ કરીને સમય 10 ના બદલે 9 વાગ્યાનો કરી નાખવામાં આવ્યો છે.

આ મામલે જાગૃત નાગરિક દ્વારા જેએમસી ગાર્ડન શાખાના એન્જિનિયરને રૂબરૂ રજૂઆત કરવામાં આવતા સત્તાધીશોએ પણ સ્વીકાર્યું છે કે, ઓફિશિયલ સમય રાત્રે 10 વાગ્યા સુધીનો જ છે. આ ગંભીર છેડછાડ પાછળ કોઈ ચોક્કસ તત્વો કામ કરી રહ્યા હોવાની આશંકા છે.

આશ્ચર્યની વાત એ છે કે, જાગૃત નાગરિક દ્વારા આ મામલે તંત્રને બે-બે વાર ઓનલાઇન ફરિયાદો (ગત 3 જૂન 2026ના રોજ પણ) કરવામાં આવી ચૂકી છે. પરંતુ તંત્રની ઘોર બેદરકારી અને આળસુ નીતિના કારણે સ્થળ તપાસ કર્યા વગર જ તંત્ર દ્વારા ડિજિટલ પોર્ટલ પર કોમ્પ્લેઈન સોલ્વ નો ખોટો જવાબ ધાબડી દેવામાં આવ્યો છે.

ગાર્ડનનો સમય બદલનારા અસામાજિક તત્વો અને એસી ચેમ્બરમાં બેસીને ખોટા નિકાલ કરતા જેએમસીના અધિકારીઓ સામે કડક પગલાં ભરી ગાર્ડન પૂર્વવત 10 વાગ્યા સુધી ખુલ્લો રખાય તેવી લોકમાગ પ્રબળ બની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande