
જામનગર, 13 જૂન (હિ.સ.) : જામજોધપુર કૃષિ ઉપજ બજાર સમિતિ (એપીએમસી) ખાતે સામાન્ય સભા યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્ય હેમંતભાઈ ખવા ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે હોદ્દેદારો તથા સભ્યો સાથે વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
બેઠક દરમિયાન સંસ્થાના પ્રમુખ, ઉપપ્રમુખ, ડિરેક્ટરો અને વેપારી આગેવાનો સાથે માર્કેટિંગ યાર્ડના વિકાસ કાર્યો, ખેડૂતોને મળતી સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા તેમજ આગામી આયોજન અંગે સકારાત્મક ચર્ચા થઈ હતી.
ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ જણાવ્યું હતું કે. ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળે અને યાર્ડમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે સતત પ્રયાસો કરાઈ રહ્યા છે. ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપી યાર્ડની સુવિધાઓ વધારવા અને વિકાસ કાર્યોને ગતિ આપવા સૌએ સંકલ્પ કર્યો હતો.
આ બેઠક સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી. જેમાં ખેડૂતો અને વેપારીઓના હિતમાં જરૂરી સૂચનો અને નિર્ણયો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt