જૂનાગઢમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી, જામનગરના વિદ્યાર્થીઓએ બેઝીક કોર્ષ સાહસિક ખડક ચઢાણની દસ દિવસની શિબિર પૂર્ણ કરી
જુનાગઢ, 11 જૂન (હિ.સ.) : રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જૂનાગઢ સંચાલિત ખડક ચઢાણ બેઝિક કોર્સ ગત તા.૦૧/૦૬/૨૦૨૬ થી તા.૧૦/
જૂનાગઢમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી, જામનગરના વિદ્યાર્થીઓએ બેઝીક કોર્ષ સાહસિક ખડક ચઢાણની દસ દિવસની શિબિર પૂર્ણ કરી


જુનાગઢ, 11 જૂન (હિ.સ.) : રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જૂનાગઢ સંચાલિત ખડક ચઢાણ બેઝિક કોર્સ ગત તા.૦૧/૦૬/૨૦૨૬ થી તા.૧૦/૦૬/૨૦૨૬ દરમિયાન જુનાગઢ ખાતે યોજાયો હતો. જેમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી, જામનગરના ૯૨ તાલીમાર્થીઓ સ્વ ખર્ચે કુલ ૧૦૧ જેટલા તાલીમાર્થીઓએ તાલીમ લીધી હતી. આ શિબિરના છેલ્લા દિવસના રોજ પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન ડૉ.સિદ્ધેશ પંડયા, પ્રિન્સીપાલ, સરકારી આયુર્વેદિક કોલેજ જૂનાગઢ, ડૉ.ચેતના કોડીનારીયા લેક્ચરર, ડૉ.જીગ્નેશ ચૌહાણ, લેક્ચરર સરકારી આયુર્વેદિક કોલેજ જૂનાગઢ, કે.પી.રાજપૂત, પૂર્વ પ્રિન્સિપાલ, SVIM, માઉન્ટ આબુ આ સર્વેના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરીને તાર્લીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત તથા શિબિર અંગેની માહિતી કે.પી.રાજપૂત, પૂર્વ પ્રિન્સિપાલ SVIM માઉન્ટ આબુએ આપી હતી. તાલીમાર્થી વેન્સી પટેલ, વાસુ વિરાણી, પીનલ મકવાણા દ્વારા કેમ્પના અનુભવો વિષે તેમના અભિપ્રાય વ્યક્ત કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે આ તકે યુનિવર્સીટીનો આભાર માનીએ છીએ કે આવી સાહસિક શિબિરમાં જોડાવાની તક આપી હતી. જેનાથી જીવનમાં ઉપયોગી ઘણી બાબતો શીખવા મળી ખુબ સારો અનુભવ રહ્યો.

કાર્યક્રમના અધ્યક્ષ ડૉ.સિદ્ધેશ પંડયા, પ્રિન્સીપાલ સરકારી આયુર્વેદિક કોલેજ જૂનાગઢ દ્વારા તાલીમાર્થીઓને શિબિરને અનુરૂપ માર્ગદર્શન આપ્યું હતું કે, સાહસિક શિબિરોમાં જોડાવાથી સ્વયં શિસ્તના ગોણો ખીલે છે. તેમજ તાલીમાર્થીઓને એડવાન્સ કોર્ષમાં જોડાવા પ્રેરિત કર્યા. તેમજ ડૉ.જીગ્નેશ ચૌહાણ લેક્ચરર સરકારી આયુર્વેદિક કોલેજ જૂનાગઢ જણાવ્યું હતું કે, આ શિબિરમાં જોડાવાથી શારીરિક તેમજ માનસિક ક્ષમતામાં વધારો થાય છે. ડૉ. ચેતના કોડીનારીયા, લેક્ચરર સરકારી આયુર્વેદિક કોલેજ જૂનાગઢ જણાવ્યું કે, બહેનોને આવા શિબિરોમાં વઘુને વધુ જોડવાની પ્રેરણા આપી તથા બધા તાલીમાર્થીઓને આવી સાહસિક શિબિરમાં તાલીમ લીધા પછી જીવનમાં આવતી વિવિધ પરીક્ષાનો સામનો કરવામાં સશક્ત બને છે. તેમજ કે.પી.રાજપૂત પૂર્વ પ્રિન્સીપાલ SVIM માઉન્ટ આબુ જણાવ્યું હતું કે પર્વતારોહણની તાલીમના ઈતિહાસ વિશે જાણકારી આપવામાં આવી હતી. તેમજ આવી સાહસિક તાલીમ શિબિરમાં સર્વેને વધુને વધુ જોડાવાની અપીલ કરી હતી.

અંતે આભાર વિધિ ઇન્સ્ટ્રક્ટર યશ નારિયાએ કર્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન જયદીપ પરમાર, વૈશાલી બાંભણીયાએ કર્યું હતું. આ ખડક ચઢાણ બેઝિક કોર્સમાં પ્રદીપ કુમાર રાજસ્થાન, દશરથ પરમાર પાટણ, અનિરુધ્ધસિંહ સોઢા જામનગર, કાજલ મહલા, પીનલ પટેલ નવસારી, રોહિત વેગડ સરતાનપુર, ખુશાલી સુરાની ભાવનગર, સંજય ચૌહાણ રાજુલા, યશ નારિયા સુરત, અજય યાદવ ભાવનગર, નયના મુલાણી ગઢડાએ માનદ ઇન્સ્ટ્રક્ટર તરીકે તાલીમાર્થીઓને ખડક ચઢાણની તાલીમ આપી હતી. તેમ ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ, (પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જૂનાગઢ) એ જણાવ્યુંં .

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande