
પાટણ, 13 જૂન (હિ.સ.)વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાશાસનના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી, અમદાવાદ અને જિલ્લા યુવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, પાટણના સંયુક્ત ઉપક્રમે પી.પી.જી. એક્સપ્રીમેન્ટલ હાઈસ્કૂલ ખાતે ‘વિકસિત ભારત’ વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પાટણની વિવિધ શાળાઓ, મહાશાળાઓ અને અન્ય ક્ષેત્રોના આશરે 25 યુવા ચિત્રકારોએ ભાગ લીધો હતો.
સ્પર્ધકો દ્વારા ‘વિકસિત ભારત’ વિષયને વિવિધ રંગો અને કલાત્મક અભિવ્યક્તિ દ્વારા કેનવાસ પર રજૂ કરવામાં આવ્યો હતો. સ્પર્ધામાં સોલંકી ફોરમ મહેશકુમાર પ્રથમ, પરમાર બંસરી વિજયકુમાર દ્વિતીય, મોદી યશવી રીતેષકુમાર તૃતીય, પરમાર યાશ્મીની ભરતભાઈ ચોથા અને નાડોદા નિકિતા રાજેશભાઈ પાંચમા ક્રમે રહ્યા હતા.
સ્પર્ધાના નિર્ણાયક તરીકે ઉપેન્દ્રભાઈ અને ડૉ. આશુતોષ પાઠકે સેવાઓ આપી હતી. કાર્યક્રમનું આયોજન દીપલબેન રાવલે, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અધિકારી બાબુભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કર્યું હતું. કાર્યકારી આચાર્ય ઝુઝારસિંહ સોઢાએ તમામ સ્પર્ધકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ