પ્લાસ્ટિક ચેકિંગ ડ્રાઇવ દરમિયાન 153 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત.
પોરબંદર, 14 જૂન (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ, સુંદર અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરુદ્ધ સતત સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત મહાનગરપાલિકાની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વિશેષ પ્લાસ્
પ્લાસ્ટિક ચેકિંગ ડ્રાઇવ દરમિયાન 153 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત.


પ્લાસ્ટિક ચેકિંગ ડ્રાઇવ દરમિયાન 153 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત.


પ્લાસ્ટિક ચેકિંગ ડ્રાઇવ દરમિયાન 153 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત.


પોરબંદર, 14 જૂન (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ, સુંદર અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરુદ્ધ સતત સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત મહાનગરપાલિકાની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વિશેષ પ્લાસ્ટિક ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. ડ્રાઇવ દરમિયાન વેપારી એકમો અને અન્ય સ્થળોએ તપાસ હાથ ધરતાં 153 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. ઉપરાંત, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ અને સંગ્રહ કરતા 8 વ્યક્તિઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી, અને તેમની પાસેથી કુલ રૂ. 8,000 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા વેપારીઓ તથા નાગરિકોને રાજ્ય સરકારના નિયમો અનુસાર પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા તેમજ પર્યાવરણને અનુકૂળ વિકલ્પો અપનાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. શહેરને સ્વચ્છ અને હરિયાળું બનાવવા માટે દરેક નાગરિકની સક્રિય ભાગીદારી જરૂરી હોવાનું પણ જણાવાયું હતું. પોરબંદર મહાનગરપાલિકાએ ચેતવણી આપી છે કે ભવિષ્યમાં પણ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા લોકો સામે આવી જ કડક કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande