બોડેલી પોલીસે 2 તુફાન ગાડીઓ ઝડપી પાડી: ક્ષમતા કરતા વધુ સામાન-મુસાફરો ભરવા બદલ કાર્યવાહી
છોટાઉદેપુર, 13 જૂન (હિ.સ.) : બોડેલી પોલીસે ક્ષમતા કરતાં વધુ સામાન અને મુસાફરો ભરીને દોડતી બે તુફાન ગાડીઓ સામે કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી ખાસ ડ્રાઇવ અંતર્ગત કરવામાં આવી હતી. બોડેલી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે અને નિયમોનું ઉલ્લંઘન કરીને દોડતી તુફ
સામાન


સામાન


છોટાઉદેપુર, 13 જૂન (હિ.સ.) : બોડેલી પોલીસે ક્ષમતા કરતાં વધુ સામાન અને મુસાફરો ભરીને દોડતી બે તુફાન ગાડીઓ સામે કાર્યવાહી કરી છે.

આ કાર્યવાહી ખાસ ડ્રાઇવ અંતર્ગત કરવામાં આવી હતી.

બોડેલી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે અને નિયમોનું ઉલ્લંઘન કરીને દોડતી તુફાન ગાડીઓ સામે પોલીસે કડક પગલાં લીધા છે. વધતા જતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને બોડેલી પોલીસે આ સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરી હતી.

ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ તરફ ખેત મજૂરોને ક્ષમતા કરતાં વધુ સંખ્યામાં ભરીને જીવના જોખમે દોડતા વાહનો પોલીસના નિશાન પર છે. શ્રમિકોની લાચારીનો ફાયદો ઉઠાવી નિયમોનું ઉલ્લંઘન કરનારા તત્વો સામે બોડેલી પીઆઇ અને તેમની ટીમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande