બોડેલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની વસ્તી ગણતરી કામગીરી અંગે રજૂઆત
છોટાઉદેપુર, 13 જૂન (હિ.સ.) : બોડેલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વસ્તી ગણતરી અંતર્ગત ફરજ બજાવતા ગણતરીદાર અને સુપરવાઇઝરોની કામગીરીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી. સંગઠનના પ્રતિનિધિઓએ નગરપાલિકા કચેરી, બોડેલી ખાતે આવેદનપત્ર પા
રજૂઆત


રજૂઆત


છોટાઉદેપુર, 13 જૂન (હિ.સ.) : બોડેલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વસ્તી ગણતરી અંતર્ગત ફરજ બજાવતા ગણતરીદાર અને સુપરવાઇઝરોની કામગીરીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી. સંગઠનના પ્રતિનિધિઓએ નગરપાલિકા કચેરી, બોડેલી ખાતે આવેદનપત્ર પાઠવી વસ્તી ગણતરી દરમિયાન કરવામાં આવતી કામગીરીનો સમય શિક્ષકોની નિયમિત ફરજના સમય તરીકે ગણવામાં આવે તેવી માંગણી કરી હતી. વસ્તી ગણતરી જેવી રાષ્ટ્રીય મહત્વની કામગીરીમાં શિક્ષકોને વિશેષ જવાબદારી સોંપવામાં આવે છે. આ કામગીરી દરમિયાન શિક્ષકોને પોતાના શૈક્ષણિક કાર્ય ઉપરાંત વધારાની ફરજ નિભાવવી પડે છે. તેથી વસ્તી ગણતરી માટે ફાળવવામાં આવેલ સમયને અધિકૃત રીતે ફરજ પરનો સમય ગણવામાં આવે અને તે અંગે સ્પષ્ટ સૂચનાઓ તાત્કાલિક જાહેર કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

સંઘ દ્વારા સંબંધિત વિભાગને શિક્ષકોના હિતમાં ઝડપી નિર્ણય લઈ જરૂરી માર્ગદર્શિકા જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. બોડેલી નગર પાલિકા ખાતે સંગઠનના હોદ્દેદારો તથા શિક્ષક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષકોએ આશા વ્યક્ત કરી હતી કે તેમની રજૂઆતને યોગ્ય પ્રતિસાદ મળશે અને વસ્તી ગણતરીની કામગીરી સાથે જોડાયેલા શિક્ષકોને જરૂરી રાહત મળશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande