13 વર્ષથી ફરાર હત્યા કેસના બે આરોપી પશ્ચિમ બંગાળમાંથી ઝડપાયા, નવસારી એલસીબી ની સફળ કામગીરી
નવસારી, 13 જૂન (હિ.સ.): નવસારી જિલ્લામાં વર્ષોથી પેન્ડિંગ રહેલા હત્યા કેસમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મહત્વની સફળતા મળી છે. ચીખલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 2013ના હત્યા કેસના બે આરોપીઓને પોલીસે પશ્ચિમ બંગાળમાંથી ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓ છેલ્
Arrest


નવસારી, 13 જૂન (હિ.સ.): નવસારી જિલ્લામાં વર્ષોથી પેન્ડિંગ રહેલા હત્યા કેસમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મહત્વની સફળતા મળી છે. ચીખલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 2013ના હત્યા કેસના બે આરોપીઓને પોલીસે પશ્ચિમ બંગાળમાંથી ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓ છેલ્લા 13 વર્ષથી કાયદાની પકડથી દૂર હતા અને તેમની સામે કોર્ટ દ્વારા વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું.

માહિતી મુજબ, દેગામ ગામ નજીક આવેલા તળાવ પર માછલી ઉછેરના કામ માટે પશ્ચિમ બંગાળથી લાવવામાં આવેલા મજૂરો વચ્ચે જુલાઈ 2013 દરમિયાન ઉગ્ર ઝઘડો થયો હતો. આ દરમિયાન ત્રણ મજૂરોએ મળીને તેમના સાથી દેવુ સંતોષ સંતરા પર જીવલેણ હુમલો કર્યો હતો. લાકડાં અને અન્ય સાધનોથી કરવામાં આવેલા હુમલામાં દેવુનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે હુમલાખોરો ફરાર થઈ ગયા હતા.

તાજેતરમાં મળેલી ચોક્કસ બાતમીના આધારે નવસારી LCBની ટીમ પશ્ચિમ બંગાળ પહોંચી હતી. સ્થાનિક વિસ્તારમાં ઓળખ છતી ન થાય તે માટે પોલીસકર્મીઓ પ્રવાસી તરીકે રહીને આરોપીઓ પર નજર રાખી હતી. અંતે રાબીલાલ હાસદા અને બિપલોબ મંડીને તેમના વતનમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા. જોકે, આ કેસનો ત્રીજો આરોપી ગોપાલ બાસુ મોડક હજુ પણ ફરાર હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande