પોલેન્ડમાં નોકરી અપાવવાના બહાને 2.83 લાખની છેતરપિંડી
સુરત, 13 જૂન (હિ.સ.): રાંદેર, રામનગર વિસ્તારમાં રહેતા યુવકને પોલેન્ડ દેશના વર્કપરમીટ વિઝા સહિતના તમામ ખર્ચા મળી કુલ રૂપિયા 4.63 લાખ પડવી લીધા બાદ વિઝા કન્સલન્ટન્ટે છેતરપિંડી કરી હતી. યુવકને પોલેન્ડના વોર્સો ઍરપોર્ટ પર અટકાયા બાદ ભાંડો ફૂટ્યો હતો.
Fraud


સુરત, 13 જૂન (હિ.સ.): રાંદેર, રામનગર વિસ્તારમાં રહેતા યુવકને પોલેન્ડ દેશના વર્કપરમીટ વિઝા સહિતના તમામ ખર્ચા મળી કુલ રૂપિયા 4.63 લાખ પડવી લીધા બાદ વિઝા કન્સલન્ટન્ટે છેતરપિંડી કરી હતી. યુવકને પોલેન્ડના વોર્સો ઍરપોર્ટ પર અટકાયા બાદ ભાંડો ફૂટ્યો હતો. યુવકે પૈસા પરત માંગતા વિઝા કન્સલ્ટન્ટે 1.80 લાખ પરત આપી બાકીના રૂપિયા 2.83 લાખ નહી આપી છેતરપિંડી કરતા મામલો પોલીસમાં પહોંચ્યો છે.

અડાજણ પોલીસના જણાવ્યા મુજબ રંગ અવધુત સોસાયટી, રામનગર, રાંદેર ખાતે રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા સંદીપભાઇ મહેન્દ્રભાઇ વાઘમોડે (ઉ.વ.42),ને નિલેશભાઇ કલાભાઇ સોલંકી (ઉ.વ.39.રહે.સહયોગ એપાર્ટમેન્ટ, અડાજણ) દ્વારા સપ્ટેમ્બર-2019થી આજદિન સુધી પોલેન્ડ દેશમાં વર્ક પરમીટ અપાવવાની લાલચ આપી તબક્કાવાર રીતે વર્ક પરમીટ, વિઝા એપોઇન્ટમેન્ટ, એર ટિકિટ, વિઝા ફી તેમજ ટ્રાવેલિંગ ખર્ચના નામે કુલ રૂ.4.63 લાખથી વધુ રકમ મેળવી હતી. નિલેશભાઈને પોલેન્ડના વોર્સો એરપોર્ટ સુધી મોકલવામાં આવ્યા હતા. જો કે ત્યાં તેમને ઇમિગ્રેશન અધિકારીઓએ રોકી દીધા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે જે કંપનીમાં નોકરી માટે મોકલવાના હતા ત્યાં કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નહોતી. જેથી સંદિપભાઈ ભારત પરત ફર્યા બાદ પૈસા પરત માંગતા નિલેશએ તેને ગુગલ-પે મારફતે તબક્કાવાર રૂ.1.80 લાખ પરત આપ્યા હતા. જો કે, ત્યારબાદ બાકીના લેવાના નિકળતા 2.83 લાખની ઉઘરાણી કરતા વારંવાર ખોટા વાયદા કરી સમય પસાર કરતો રહ્યો હતો. આખરે બનાવ અંગે સંદીપભાઈ વાઘમોડેએ ગતરોજ ફરિયાદ નોંધાવતા અડાજણ પોલીસે અડાજણ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande