એક્ટિવ ગ્રુપ દ્વારા અબોલા પશુઓ માટે, વિનામૂલ્યે ચાટ વિતરણ
પાટણ, 14 જૂન (હિ.સ.)પાટણના ત્રણ દરવાજા વિસ્તારમાં આવેલા એક્ટિવ ભવન ખાતે 14 જૂને એક્ટિવ ગ્રુપ પાટણ દ્વારા, સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. ઉનાળાની કાળઝાળ ગરમીમાં અબોલા પશુઓને પાણી અને ખોરાકની સુવિધા મળી રહે તે હેતુથી વિનામૂલ્યે પશુ ચાટનું વિતરણ કરવામા
એક્ટિવ ગ્રુપ દ્વારા અબોલા પશુઓ માટે વિનામૂલ્યે ચાટ વિતરણ


પાટણ, 14 જૂન (હિ.સ.)પાટણના ત્રણ દરવાજા વિસ્તારમાં આવેલા એક્ટિવ ભવન ખાતે 14 જૂને એક્ટિવ ગ્રુપ પાટણ દ્વારા, સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. ઉનાળાની કાળઝાળ ગરમીમાં અબોલા પશુઓને પાણી અને ખોરાકની સુવિધા મળી રહે તે હેતુથી વિનામૂલ્યે પશુ ચાટનું વિતરણ કરવામાં આવ્યું.

આ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક નાગરિકો અને પશુપ્રેમીઓને પશુ ચાટ મફતમાં આપવામાં આવ્યા, જેથી તેઓ પોતાના ઘર, સોસાયટી અથવા આસપાસના વિસ્તારોમાં ગોઠવી અબોલા પશુઓની સેવા કરી શકે. આ અભિયાનને લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.

કાર્યક્રમમાં સંસ્થાના સભ્યો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને વિતરણ વ્યવસ્થાને સફળ બનાવી હતી. એક્ટિવ ગ્રુપ અગાઉ પણ જીવદયા અને લોકકલ્યાણને લગતી અનેક સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરતું રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande