મહેસાણા: દૂધસાગર ડેરીની ‘સહયોગ’ મંડળીની તમામ 17 બેઠકો બિનહરીફ, ફાલ્ગુનભાઈ ચૌધરી ફરી ચેરમેન બનશે
મહેસાણા, 14 જૂન (હિ.સ.)મહેસાણા ખાતે દૂધસાગર ડેરીના કર્મચારીઓની શાખ અને પુરવઠા સહકારી મંડળી ‘સહયોગ’ની નિયામક મંડળની ચૂંટણી સર્વસંમતિથી પૂર્ણ થઈ છે. મંડળીની તમામ 17 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જાહેર થતા સહકારી ક્ષેત્રમાં ખુશી અને સંતોષની લાગણી જોવા મળી
મહેસાણા: દૂધસાગર ડેરીની ‘સહયોગ’ મંડળીની તમામ 17 બેઠકો બિનહરીફ, ફાલ્ગુનભાઈ ચૌધરી ફરી ચેરમેન બનશે


મહેસાણા, 14 જૂન (હિ.સ.)મહેસાણા ખાતે દૂધસાગર ડેરીના કર્મચારીઓની શાખ અને પુરવઠા સહકારી મંડળી ‘સહયોગ’ની નિયામક મંડળની ચૂંટણી સર્વસંમતિથી પૂર્ણ થઈ છે. મંડળીની તમામ 17 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જાહેર થતા સહકારી ક્ષેત્રમાં ખુશી અને સંતોષની લાગણી જોવા મળી રહી છે. દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીના માર્ગદર્શન હેઠળ સતત બીજી વખત મંડળીનું નિયામક મંડળ બિનહરીફ રીતે ચૂંટાઈ આવ્યું છે.

મળતી માહિતી અનુસાર, સહયોગ મંડળીના વર્તમાન ચેરમેન ફાલ્ગુનભાઈ ચૌધરી સહિત તમામ 17 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. આ સાથે ફાલ્ગુનભાઈ ચૌધરી સતત બીજી ટર્મ માટે મંડળીના ચેરમેન તરીકે કાર્યભાર સંભાળશે તે નિશ્ચિત બન્યું છે.

સહયોગ મંડળી કર્મચારીઓ માટે શાખ અને પુરવઠાની સેવાઓ ઉપરાંત ગુણવત્તાયુક્ત મીઠાઈ અને ફરસાણના ઉત્પાદન માટે પણ જાણીતી છે. મંડળીના ઉત્પાદનોનું વેચાણ મહેસાણા સહિત વિવિધ વિસ્તારોમાં આવેલી 23 શાખાઓ મારફતે કરવામાં આવે છે. મંડળીનું વાર્ષિક ટર્નઓવર રૂ. 240 કરોડથી વધુ હોવાનું જાણવા મળે છે, જે તેની આર્થિક મજબૂતી દર્શાવે છે.

ચૂંટણીમાં કોઈપણ પ્રકારની સ્પર્ધા કે, વિવાદ વગર તમામ બેઠકો બિનહરીફ રહેતા સહકારી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું છે. નવી બોડી કર્મચારીઓના હિત અને મંડળીના વિકાસ માટે વધુ સક્રિય કામગીરી કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande