જૂનાગઢમાં રૂ.૬૭.૯૩ કરોડના ખર્ચે નિર્માણ થનાર રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કરતા, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજા
જુનાગઢ 14 જૂન (હિ.સ.) ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા,પ્રાથમિક માધ્યમિક અને પ્રૈાઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના મંત્રી તથા જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો.પ્રદ્યુમન વાજા એ આજરોજ જૂનાગઢમાં રૂ. ૬૭.૯૩ કરોડના ખર્ચે નિર્માણ થના
જૂનાગઢમાં રૂ.૬૭.૯૩ કરોડના ખર્ચે નિર્માણ થનાર રેલવે ઓવરબ્રિજનું


જુનાગઢ 14 જૂન (હિ.સ.) ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા,પ્રાથમિક માધ્યમિક અને પ્રૈાઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના મંત્રી તથા જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો.પ્રદ્યુમન વાજા એ આજરોજ જૂનાગઢમાં રૂ. ૬૭.૯૩ કરોડના ખર્ચે નિર્માણ થનાર રેલવે ઓવર બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું હતું.

સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ.૬૭.૯૩ કરોડના ખર્ચે નિર્માણ પામનાર સાબલપુર ચોકડી ટુ ધોરાજી રેલવે ઓવર બ્રિજના કામના ખાતમુહૂર્ત પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજા સાથે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા,જૂનાગઢ મહાનગરપાલિકા ના મેયર ધર્મેશભાઈ પોશીયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત યોજાયું હતું.

ઉલ્લેખનીય છે કે, ધોરાજી તરફથી આવતો આ માર્ગ સાબલપુર અને જૂનાગઢ વિસ્તારને જોડતો એકમાત્ર મુખ્ય રસ્તો હોવાથી, અગાઉ અહીં રેલ્વે ઓવરબ્રિજના અભાવે વાહનચાલકોને અવાર-નવાર ભારે ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડતો હતો. ઓવરબ્રિજ કાર્યરત થવાથી ધોરાજીથી જૂનાગઢ વચ્ચેની વાહન વ્યવહારની પ્રક્રિયા સંપૂર્ણપણે સુગમ બનશે અને ટ્રાફિકનો આ જટિલ પ્રશ્ન કાયમી ધોરણે હલ થશે, જેનાથી સ્થાનિક નાગરિકોના કિંમતી સમય અને ઇંધણની મોટી બચત થશે. જૂનાગઢ શહેરમાં આ બીજો મોટો ઓવરબ્રિજ આકાર પામી રહ્યો છે, જે આગામી સમયમાં શહેરની ભૌગોલિક અને આધુનિક ઓળખમાં નોંધપાત્ર વધારો કરવાની સાથે-સાથે અહીં વસતા તમામ નાગરિકોની સુખાકારી અને સુવિધાને વધુ ઉન્નત બનાવશે.

આ પ્રસંગે જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર પ્રભવ જોશી, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર,શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી,દંડક કલ્પેશભાઈ અજવાણી,બાંધકામ સમિતિના ચેરમેન જયેશભાઈ બોઘરા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા સહિતના પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande