લોકરક્ષક દળ પરીક્ષામાં કોલ લેટર ગુમાવનાર ઉમેદવારને ખટોદરા પોલીસે પ્રિન્ટ કાઢી આપી
સુરત, 14 જૂન (હિ.સ.) : લોકરક્ષક દળ (LRD)ની લેખિત પરીક્ષા દરમિયાન એક ઉમેદવારનું કોલ લેટર ગુમ થઈ જતાં મુશ્કેલી ઊભી થઈ હતી. રવિવાર હોવાના કારણે આસપાસની તમામ ઝેરોક્સ અને કોમ્પ્યુટર દુકાનો બંધ હતી, જેથી ઉમેદવાર નિરાશ થઈ પરીક્ષા કેન્દ્રની બહાર ઊભો રહ્યો
ખટોદરા પોલીસે ઉમેદવારને મદદનો હાથ લંબાવ્યો


સુરત, 14 જૂન (હિ.સ.) : લોકરક્ષક દળ (LRD)ની લેખિત પરીક્ષા દરમિયાન એક ઉમેદવારનું કોલ લેટર ગુમ થઈ જતાં મુશ્કેલી ઊભી થઈ હતી. રવિવાર હોવાના કારણે આસપાસની તમામ ઝેરોક્સ અને કોમ્પ્યુટર દુકાનો બંધ હતી, જેથી ઉમેદવાર નિરાશ થઈ પરીક્ષા કેન્દ્રની બહાર ઊભો રહ્યો હતો.

મામલાની જાણ થતાં ખટોદરા પોલીસે ઉમેદવારને મદદનો હાથ લંબાવ્યો હતો. પોલીસ ઉમેદવારને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી, જ્યાં પોલીસના કોમ્પ્યુટર દ્વારા ઓનલાઈન નવું કોલ લેટર ડાઉનલોડ કરવામાં આવ્યું હતું અને તેની પ્રિન્ટ કાઢી આપવામાં આવી હતી.

પોલીસે માત્ર કોલ લેટર જ આપ્યું નહોતું, પરંતુ ઉમેદવાર સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકે તે માટે પણ વ્યવસ્થા કરી હતી. પોલીસની મદદથી ઉમેદવાર સમયસર પરીક્ષા આપી શક્યો હતો. ઉમેદવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande