મહેસાણામાં ‘અસ્મિતા મહિલા સાઇકલિંગ રેસ’નો સમાપન સમારોહ યોજાયો
મહેસાણા, 14 જૂન (હિ.સ.) : મહેસાણામાં ઇન્ડિયન સાયકલિંગ ક્લબ (ICC) દ્વારા આયોજિત ‘અસ્મિતા મહિલા સાઇકલિંગ રેસ’નો સમાપન સમારોહ ઉત્સાહભેર યોજાયો હતો. આ પ્રસંગે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શાલિનીબેન દુહાન (IAS) મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા
મહેસાણામાં ‘અસ્મિતા મહિલા સાઇકલિંગ રેસ’નો સમાપન સમારોહ યોજાયો


મહેસાણા, 14 જૂન (હિ.સ.) : મહેસાણામાં ઇન્ડિયન સાયકલિંગ ક્લબ (ICC) દ્વારા આયોજિત ‘અસ્મિતા મહિલા સાઇકલિંગ રેસ’નો સમાપન સમારોહ ઉત્સાહભેર યોજાયો હતો. આ પ્રસંગે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શાલિનીબેન દુહાન (IAS) મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

સમારોહ દરમિયાન રેસમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિજેતા મહિલા સાઇકલિસ્ટો તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ પ્રતિભાગી બહેનોને પ્રમાણપત્રો અને મેડલ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહિલાઓમાં રમતગમત પ્રત્યે જાગૃતિ અને આત્મવિશ્વાસ વધારવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

કમિશનર શાલિનીબેન દુહાને ઉપસ્થિત બહેનોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે રમતગમત વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ છે. મહિલાઓ વિવિધ ક્ષેત્રોમાં આગળ વધી રહી છે ત્યારે રમતગમત ક્ષેત્રે પણ તેમની સક્રિય ભાગીદારી પ્રેરણાદાયી છે. તેમણે મહિલાઓને સ્વાસ્થ્ય, ફિટનેસ અને આત્મનિર્ભરતા માટે નિયમિત રમતગમત સાથે જોડાવા અપીલ કરી હતી.

અસ્મિતા મહિલા સાઇકલિંગ રેસમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા તમામ મહેમાનો, સ્પર્ધકો અને સહયોગીઓને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ આયોજન મહિલાઓમાં સાઇકલિંગ અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપતું સફળ આયોજન સાબિત થયું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande