એક વર્ષથી ફરાર પ્રોહીબિશન કેસનો આરોપી એલસીબી વલસાડના હાથે ઝડપાયો
વલસાડ, 14 જૂન (હિ.સ.) : વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (એલસીબી) દ્વારા નાસતા-ફરતા અને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા હાથ ધરાયેલા અભિયાન દરમિયાન નાનાપોંઢા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશન કેસમાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. સુરત
વોન્ટેડ આરોપી


વલસાડ, 14 જૂન (હિ.સ.) : વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (એલસીબી) દ્વારા નાસતા-ફરતા અને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા હાથ ધરાયેલા અભિયાન દરમિયાન નાનાપોંઢા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશન કેસમાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ (IPS) અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા (IPS)ના માર્ગદર્શન હેઠળ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એ.યુ. રોઝની સૂચના મુજબ પો.સ.ઇ. જે.જી. વસાવા અને તેમની ટીમ વોન્ટેડ આરોપીઓની શોધખોળમાં હતી. તે દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે નાનાપોંઢા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશન ગુનામાં વોન્ટેડ આરોપી સયાજીભાઈ સાવજીભાઈ ગાયકવાડ (ઉ.વ. 45), રહે. કરચોડ નવાપાડા ફળિયા, તા. કપરાડાને ઝડપી પાડવામાં આવ્યો હતો.

આરોપી સામે નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયેલો હતો અને તે લાંબા સમયથી ફરાર હતો. આરોપીની ધરપકડ બાદ તેને આગળની કાર્યવાહી માટે સંબંધિત પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી સામે અગાઉ પણ કપરાડા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ અનેક ગુનાઓ નોંધાયેલા છે.

આ સમગ્ર કામગીરી એલસીબી વલસાડના પો.સ.ઇ. જે.જી. વસાવા તથા સ્ટાફના અ.હે.કો. મહેન્દ્ર ગુરજીભાઈ, રજનીકાંત રમેશભાઈ, કનકસિંહ દોલુભા અને અ.પો.કો. નિતીન બાબુલાલે ટીમ વર્કથી સફળ બનાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande