લોકરક્ષક દળ પરીક્ષામાં ખોટા સેન્ટરે પહોંચેલી વિદ્યાર્થિની માટે પોલીસ વાન બની લાઇફલાઇન
સુરત, 14 જૂન (હિ.સ.) : લોકરક્ષક દળ (LRD)ની પરીક્ષા દરમિયાન રાંદેર વિસ્તારમાં એક વિદ્યાર્થિની ખોટા પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગઈ હતી. વિદ્યાર્થિની એમ.એમ. મુલ્લા એન્ડ એમ.એ. નાના ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે પહોંચી હતી, પરંતુ તેનું વાસ્તવિક કેન્દ્ર ગોરાટ સ્થિત
PCR વાન બની લાઇફલાઇન


સુરત, 14 જૂન (હિ.સ.) : લોકરક્ષક દળ (LRD)ની પરીક્ષા દરમિયાન રાંદેર વિસ્તારમાં એક વિદ્યાર્થિની ખોટા પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગઈ હતી. વિદ્યાર્થિની એમ.એમ. મુલ્લા એન્ડ એમ.એ. નાના ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે પહોંચી હતી, પરંતુ તેનું વાસ્તવિક કેન્દ્ર ગોરાટ સ્થિત એમ.એ. ગર્લ્સ સેકન્ડરી સ્કૂલ હતું.

પરીક્ષાનો સમય નજીક હોવાથી વિદ્યાર્થિની ચિંતામાં મુકાઈ ગઈ હતી. ઘટનાસ્થળે હાજર પોલીસ અને PCR વાનના જવાનોએ પરિસ્થિતિને ગંભીરતાથી લઈ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. વિદ્યાર્થિનીને PCR વાનમાં બેસાડી ગોરાટ સ્થિત કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવી હતી. પોલીસની મદદથી વિદ્યાર્થિની સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકી હતી. તેના પરિવારજનોએ પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસે વિદ્યાર્થીઓને સાચા સેન્ટરે પહોંચાડીને તેમજ કોલલેટર ભૂલી ગયા હોય તેને પ્રિન્ટ કાઢી આપીને વિવિધ મદદ કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande