સિલીમાં એક વર્ષથી અધૂરો પુલ, ગ્રામજનોમાં રોષ
સિલવાસા,14 જૂન (હિ.સ.) સિલવાસા શહેરમાં વિકાસના અનેક પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થઈ રહ્યા છે, પરંતુ શહેરથી થોડા કિલોમીટર દૂર આવેલા સિલી ગામમાં એક નાનો પુલ છેલ્લા એક વર્ષથી અધૂરો પડ્યો હોવાથી ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગ્રામજનોના જણાવ્યા
એક વર્ષથી અધૂરો પડેલો સિલી ગામનો પુલ


સિલવાસા,14 જૂન (હિ.સ.) સિલવાસા શહેરમાં વિકાસના અનેક પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થઈ રહ્યા છે, પરંતુ શહેરથી થોડા કિલોમીટર દૂર આવેલા સિલી ગામમાં એક નાનો પુલ છેલ્લા એક વર્ષથી અધૂરો પડ્યો હોવાથી ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

ગ્રામજનોના જણાવ્યા મુજબ, આ પુલ ગામને મુખ્ય માર્ગ, શાળા, આરોગ્ય કેન્દ્ર અને શહેર સાથે જોડતી મહત્વની કડી છે. તેમ છતાં એક વર્ષ વીતી જવા છતાં પુલનું કામ પૂર્ણ ન થતાં લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વરસાદી મોસમ નજીક આવતા સ્થાનિકોમાં ચિંતા વધી છે.

સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે વરસાદ દરમિયાન અવરજવર વધુ મુશ્કેલ બની જાય છે, જેના કારણે વિદ્યાર્થીઓ, દર્દીઓ તેમજ રોજિંદા કામકાજ માટે જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં કામમાં ગતિ ન આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.

ગ્રામજનોએ તંત્ર અને જનપ્રતિનિધિઓને વહેલી તકે પુલનું કામ પૂર્ણ કરાવી લોકોને રાહત આપવા માંગ કરી છે. હવે સૌની નજર પ્રશાસન પર ટકેલી છે કે આગામી ચોમાસા પહેલાં આ અધૂરા પુલનું નિર્માણ પૂર્ણ થશે કે પછી ગ્રામજનોને વધુ એક વરસાદી મોસમ મુશ્કેલીઓ વચ્ચે પસાર કરવી પડશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande