ઓરવાડ સર્વિસ રોડ પરથી ₹4.24 લાખના વિદેશી દારૂ સાથે એક આરોપી ઝડપાયો, એલસીબી વલસાડની કાર્યવાહી
વલસાડ, 14 જૂન (હિ.સ.) : વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ પારડી તાલુકાના ઓરવાડ ગામ નજીક નેશનલ હાઇવે નં. 48ના સર્વિસ રોડ પરથી રૂ. 4.24 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડી મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડ જિ
આરોપી


વલસાડ, 14 જૂન (હિ.સ.) : વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ પારડી તાલુકાના ઓરવાડ ગામ નજીક નેશનલ હાઇવે નં. 48ના સર્વિસ રોડ પરથી રૂ. 4.24 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડી મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડ જિલ્લામાં દારૂની ગેરકાયદેસર હેરફેર અને વેચાણ અટકાવવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત LCB વલસાડની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે ઓરવાડના શિયાર ખાડી વિસ્તાર નજીક દરોડો પાડવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન 24 નાના-મોટા થેલાઓમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ, બિયર અને જીનની કુલ 1,924 બોટલ અને ટીન મળી આવ્યા હતા, જેની કિંમત રૂ. 4,19,449 હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત આરોપી પાસેથી એક મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આમ કુલ રૂ. 4,24,449નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસે અનિકેત વિલાસ જાદવ (ઉંમર 20), રહેવાસી ઉદવાડા-ઓરવાડ, તાલુકો પારડી, જિલ્લો વલસાડ (મૂળ વતન પંચવટી, નાશિક, મહારાષ્ટ્ર)ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં દારૂનો જથ્થો પહોંચાડનાર તરીકે લાલા ભરતભાઈ ઠાકુર સહિત અન્ય ચાર વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, જેમની શોધખોળ ચાલુ છે.

આ અંગે પારડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ કામગીરી LCB વલસાડના પોલીસ ઇન્સ્પેક્ટર એ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ PSI જે.જી. પરમાર, ASI પ્રવિણ કિર્શનભાઈ, પોલીસ કોન્સ્ટેબલ હારીશ કમરૂલ અને રાહુલ ગુલાબભાઈની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande