
વલસાડ, 14 જૂન (હિ.સ.) : દક્ષિણ ગુજરાતના લોકપ્રિય પર્યટન સ્થળ ગીરા ધોધ તરફ જતાં માર્ગ પર ચાલી રહેલી વિકાસ અને સુધારણા કામગીરીની વલસાડના સાંસદ ધવલ પટેલે સ્થળ મુલાકાત લઈને ચકાસણી કરી હતી.
મુલાકાત દરમિયાન તેમણે માર્ગની ગુણવત્તા, પ્રવાસીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓ તેમજ કામગીરીની પ્રગતિ અંગે સંબંધિત અધિકારીઓ સાથે વિગતવાર સમીક્ષા કરી હતી. સાંસદે માર્ગ વિકાસ કાર્ય સમયસર અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે ગીરા ધોધ ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોવાથી સુરક્ષિત અને સુવિધાસભર માર્ગ વ્યવસ્થા અત્યંત જરૂરી છે. સ્થાનિક નાગરિકો અને પ્રવાસીઓને વધુ સારી સુવિધાઓ મળી રહે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે.
આ પ્રસંગે સંબંધિત વિભાગના અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha