સંખેડા તાલુકાના પંચેશ્વર ખાતે હરિયાળું સંખેડા બનાવવાના આશય સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન
છોટાઉદેપુર, 14 જૂન (હિ.સ.) : સંખેડા તાલુકાના પંચેશ્વર ખાતે હરિયાળું સંખેડા બનાવવાના આશય સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના ઉદ્દેશ સાથે વિવિધ પ્રકારના વૃક્ષોના રોપાઓનું વાવેતર કરાયું હતું.
વૃક્ષારોપણ

કાર્યક્રમમાં સંખેડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અભેસિંહ તડવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, જંગલખાતાના અધિકારીઓ અને કર્મચારીઓ, તાલુકા પંચાયતના સભ્યો તેમજ વિવિધ સંગઠનોના

હોદ્દેદારો અને કાર્યકરો પણ જોડાયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષોનું

મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે પર્યાવરણનું સંતુલન જાળવવા અને આગામી પેઢીને સ્વચ્છ તથા હરિયાળું વાતાવરણ આપવા માટે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવું સમયની જરૂરિયાત છે. સૌએ વૃક્ષો વાવવા સાથે તેનું જતન કરવાની પણ અપીલ કરી હતી. વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ જાતે રોપાઓનું વાવેતર કરીને પર્યાવરણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમ સફળ બનાવવા માટે આયોજકો દ્વારા જરૂરી વ્યવસ્થાઓ કરાઈ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ

 rajesh pande