પ્રધાનમંત્રી મોદીએ નવીનતા અને ઉદ્યોગસાહસિકતામાં વિવિધતાના મહત્વ પર ભાર મૂક્યો
નવી દિલ્હી, 15 જૂન (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, આજે સંસ્કૃત સુભાષિત શેર કરતાં નવીનતા અને ઉદ્યોગસાહસિકતાના ક્ષેત્રમાં વિવિધ વિચાર, પ્રતિભા અને સર્જનાત્મક દૃષ્ટિકોણોની અગત્યની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે, દરેક વ્યક્તિની વિચારસરણી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 15 જૂન (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, આજે સંસ્કૃત સુભાષિત શેર કરતાં નવીનતા અને ઉદ્યોગસાહસિકતાના ક્ષેત્રમાં વિવિધ વિચાર, પ્રતિભા અને સર્જનાત્મક દૃષ્ટિકોણોની અગત્યની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે, દરેક વ્યક્તિની વિચારસરણી અને કાર્યશૈલી અલગ હોય છે અને આ જ વિવિધતા નવા વિચારો અને સંભાવનાઓને જન્મ આપે છે.

પ્રધાનમંત્રીએ એક્સ પર પોતાના સંદેશમાં કહ્યું કે, જેમ વિવિધ સ્ત્રોતોના પાણીનો સ્વાદ અલગ-અલગ હોય છે, તેવી જ રીતે દરેક વ્યક્તિની પ્રતિભા, દૃષ્ટિ અને યોગદાન પણ વિશિષ્ટ હોય છે. તેમણે કહ્યું કે, વિવિધ વિચારો અને ક્ષમતાઓના સંગમથી જ નવીનતા, ઉદ્યોગસાહસિકતા અને પ્રગતિનો માર્ગ પ્રસસ્ત થાય છે. આ અવસરે વડાપ્રધાને સંસ્કૃતનું એક સુભાષિત શેર કર્યું-

“पिण्डे पिण्डे मतिर्भिन्ना कुण्डे कुण्डे नवं पयः। जातौ जातौ नवाचाराः नवा वाणी मुखे मुखे॥”

આ સુભાષિતનો અર્થ છે કે, દરેક વ્યક્તિની વિચારસરણી અને સર્જનાત્મક દૃષ્ટિ અલગ હોય છે અને આ જ ભિન્નતા નવીનતાની સૌથી મોટી શક્તિ છે. સમાજમાં રહેલી વિવિધ પ્રતિભાઓ અને વિચારો મળીને વિકાસ અને પ્રગતિને નવી દિશા આપે છે. વડાપ્રધાને કહ્યું કે, ભારતની નવીનતા સંસ્કૃતિ પણ આ જ ભાવના પર આધારિત છે, જ્યાં અલગ-અલગ પૃષ્ઠભૂમિ અને અનુભવો ધરાવતા લોકો પોતાના વિચારો અને ક્ષમતાઓથી રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપી રહ્યા છે.

હિંદુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande