
ગાંધીનગર,15 જૂન (હિ.સ.) પંદરમી જૂનના આજે ખેડૂતોના હક્ક અને જમીન મુદ્દે ગાંધીનગરમાં કૂચ, ખાનગી કંપનીના વિરોધ હજારો ખેડૂતો ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, ટ્રેક્ટર સાથે ગાંધીનગર એકત્ર થશે.
ખેડૂતોના અધિકારો માટે આજે કોંગ્રેસ 1111 ટ્રેક્ટર રેલીનેનું આયોજન કરવામાં આવ્યું છે સાથે અમદાવાદના શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર સુધી કિસાન અધિકાર યાત્રા યોજી રહ્યું છે. આ રેલીમાં અંદાજે 20 થી વધુ ખેડૂત સંગઠનો જોડાયા છે. કોંગ્રેસે કાયદાઓને બાજુએ મૂકી ખેડૂતોની જમીન હડપ કરાઈ રહી હોવાનો દાવો કર્યો છે. આ પ્રકારની કુલ 5 માગણી સરકાર સમક્ષ કરવામાં આવશે.
કોંગ્રેસ 1111 ટ્રેક્ટર રેલી શાંતિપુરા ચોકડીથી રેલી ઓગણજ ખાતે આવેલા શતાબ્દી મહોત્સવ મેદાનમાં પહોંચશે, જ્યાં ખેડૂત સભાનું આયોજન કરાયું છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની ટ્રેક્ટર રેલીને ગાંધીનગર સુધી જવાની મંજૂરી અપાઈ નથી.
હાલમાં મોટી સંખ્યામાં ખેડૂતો અલગ-અલગ જિલ્લોમાંથી અમદાવાદની શાંતિપુરા ચોકડી ખાતે પહોંચી રહ્યા છે. મોરબીથી એક ખેડૂત હળ સાથે આવ્યાં છે અને તેમની ગાડી પર ‘ખેડૂત મજબૂત તો દેશ મજબૂત’ સહિતના અલગ-અલગ પેઇન્ટિંગો દોરેલા છે, જે લોકોમાં આકર્ષણ બન્યું છે. કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકોર અને કરસન ભાદરકા પણ શાંતિપુરા ચોકડી પહોંચ્યા છે. અહીં કરસન ભાદરકાએ કહ્યું છે કે રેલી નીકળશે ત્યારે ઘણા મંત્રીઓને હાર્ટએટેક આવી જશે એટલે ગાંધીનગર જવાની મંજૂરી ના આપી.
કોંગ્રેસના આ ખેડૂત આંદોલનના સમર્થનમાં આમ આદમી પાર્ટી પણ જોડાશે. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિત આપના પ્રદેશ નેતાઓ પણ ટ્રેક્ટર રેલીમાં હાજર રહી ખેડૂતોને સમર્થન આપશે. ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે ખભેખભો મિલાવીને લડત ચાલુ રાખશે.કરસન ભાદરકાએ જણાવ્યું હતું કે, રેલી જ્યારે નીકળશે ત્યારે ઘણા મંત્રીઓને હાર્ટએટેક આવી જશે. રેલી યોજવાના છીએ જેથી ડર લાગે છે એટલે ગાંધીનગર જવાની મંજૂરી આપવામાં આવી નથી.ડીસીપી, એસીપી અને પીઆઈ સહિતના અધિકારીઓએ રેલી સ્થળ પર નિરીક્ષણ કર્યું.
સેક્ટર 30 સર્કલે પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સરખેજના શાંતિપુરા સર્કલ ખાતે ઝોન 7 ડીસીપી, 2 એસીપી, 10 પીઆઈ સહિત 100થી વધારે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ખેડૂત મહાદેવ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી કંપની અને સરકાર સાથે સંઘર્ષ કરી રહ્યા છીએ. ખેડૂત ખેતી માટે ખેતરમાં જવું હોય તો પણ જઈ શકતો નથી. અત્યારે વાવણીનો સમય છે જેમાં ખેડૂતોનું આખું વર્ષ બગડવાનું છે. જેથી સરકારે કંપનીઓને કામ બંધ કરી દેવા કહેવું જોઈએ. જ્યાં સુધી યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે. ખેડૂત બિચારો અને અભણ હોવાથી સરકાર માંગણીઓ સ્વીકારતી નથી.
ઝોન 1 ડીસીપી હર્ષદ પટેલે જણાવ્યું હતું કે ઓગણજ પાસે આવેલા શતાબ્દી મેદાનમાં સભાને મંજૂરી આપવામાં આવી છે. ટ્રેક્ટર રેલીને શાંતિપુરા સર્કલથી ઓગણજ સુધી જ મંજૂરી આપવામાં આવી છે. તેથી ત્યાંથી આગળ રેલી જશે નહીં.
મોરબીથી આવેલા મુકેશ ગાંધીએ જણાવ્યું હતું કે, ખેડૂતોની છાતી પર થાંભલો આવે ત્યારે તેને ઘા વાગે છે. સરકાર ખેડૂતોની વેદના સાંભળતી જ નથી. ખેડૂતો આતંકવાદી હોય તેવું વર્તન કરવામાં આવે છે અને તેમને તેમના ખેતરમાં જ જવા માટે આધારકાર્ડ માંગવામાં આવે છે. ખેડૂતો પોતાના હક માટે આંદોલન કરી રહ્યું છે. આખા ગુજરાતમાં જ્યાં જોઈએ ત્યાં દારૂ મળે છે, પરંતુ તેમના પર સ્ટ્રાઇક કરવામાં આવતી નથી. ખેડૂત આવે તો પોલીસના ધાડા ઉતારી દેવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ