ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ, સંખેડા ખાતે પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના ઉદ્દેશ્ય સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન
- વૃક્ષારોપણ દ્વારા હરિયાળું પર્યાવરણ નિર્માણનો સંદેશ છોટાઉદેપુર, 15 જૂન (હિ.સ.) : હરિયાળું છોટાઉદેપુર અભિયાન અંતર્ગત ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ, સંખેડા ખાતે પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના ઉદ્દેશ્ય સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન ક
વૃક્ષારોપણ


- વૃક્ષારોપણ દ્વારા હરિયાળું પર્યાવરણ નિર્માણનો સંદેશ

છોટાઉદેપુર, 15 જૂન (હિ.સ.) : હરિયાળું છોટાઉદેપુર અભિયાન અંતર્ગત ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ, સંખેડા ખાતે પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના ઉદ્દેશ્ય સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી, આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ પ્રકારના વૃક્ષોના રોપાઓનું વાવેતર કર્યું હતું.

આ પ્રસંગે આચાર્ય ચિરાગ શાહ એ જણાવ્યું હતું કે વૃક્ષો માનવ જીવન માટે અમૂલ્ય સંપત્તિ સમાન છે. વૃક્ષો આપણને શુદ્ધ ઓક્સિજન, ફળ, છાંયો અને સ્વચ્છ પર્યાવરણ પ્રદાન કરે છે. વધતા પ્રદૂષણ અને વૈશ્વિક તાપમાન જેવા પડકારોને પહોંચી વળવા માટે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવું અને તેનું જતન કરવું આજના સમયની અગત્યની જરૂરિયાત બની ગયું છે. તેમણે વિદ્યાર્થીઓને “એક બાળ – એક વૃક્ષ”ના સંકલ્પને સાકાર કરવા માટે વૃક્ષારોપણ સાથે તેનું યોગ્ય જતન અને સંવર્ધન કરવાની અપીલ કરી હતી. દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેની સંભાળ લેવાનો સંકલ્પ કરવો જોઈએ. વૃક્ષો વરસાદના પ્રમાણને જાળવવામાં, જમીનનું ધોવાણ અટકાવવામાં તેમજ જૈવ વૈવિધ્યતાના સંરક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને પર્યાવરણ પ્રત્યે જાગૃત રહેવા, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવા અને હરિયાળું તથા સ્વચ્છ પર્યાવરણ નિર્માણમાં સક્રિય યોગદાન આપવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ વૃક્ષારોપણ કાર્યક્રમ દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સશક્ત સંદેશ આપતાં સૌએ હરિયાળું ભવિષ્ય નિર્માણ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande