એટીએસએ અમદાવાદમાં 2.08 લાખ ટ્રામાડોલ ટેબલેટ્સ સાથે કરોડોનું ડ્રગ્સ પકડી પાડ્યું
અમદાવાદ, 26 જૂન (હિ.સ.) : ગુજરાત એટીએસએ અમદાવાદના શાહીબાગમાં એમઆર ટ્રાવેલ્સની બસમાં થી 8.32 કરોડની 2.08 લાખ ટ્રામાડોલ ટેબલેટ્સ ઝડપી. અમદાવાદમાં 8.32 કરોડની પ્રતિબંધિત ટ્રામાડોલ દવા અંકલેશ્વરથી ટ્રાવેલ્સમાં ખોટા બિલ બનાવી રાજસ્થાન જથ્થો મોકલાતો હતો.
ATS seizes drugs worth crores along with 2.08 lakh tramadol tablets in Ahmedabad


અમદાવાદ, 26 જૂન (હિ.સ.) : ગુજરાત એટીએસએ અમદાવાદના શાહીબાગમાં એમઆર ટ્રાવેલ્સની બસમાં થી 8.32 કરોડની 2.08 લાખ ટ્રામાડોલ ટેબલેટ્સ ઝડપી. અમદાવાદમાં 8.32 કરોડની પ્રતિબંધિત ટ્રામાડોલ દવા અંકલેશ્વરથી ટ્રાવેલ્સમાં ખોટા બિલ બનાવી રાજસ્થાન જથ્થો મોકલાતો હતો. મેડિકલ સ્ટોકિસ્ટ પરેશ જૈનની ધરપકડ

શહેરના શાહીબાગ વિસ્તારમાંથી એમઆર ટ્રાવેલ્સની લક્ઝરી બસમાંથી આશરે 8.32 કરોડની કિંમતની 2 લાખથી વધુ ટ્રામાડોલ ટેબલેટ્સનો જથ્થો ગુજરાત એટીએસએ ઝડપ્યો છે.

આ કેસમાં મુખ્ય આરોપી પરેશ જૈનની રાજસ્થાનમાંથી ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં કરોડો રૂપિયાના સાયકોટ્રોપિક ડ્રગ્સને ખોટા ઇન્વોઈસના આધારે રાજ્યમાં સપ્લાય કરવામાં આવતું હોવાનું ખુલ્યું છે.

પ્રતિબંધિત દવા ટ્રામાડોલના જથ્થા સાથે મૂળ રાજસ્થાનના અને વલસાડના રહેવાસી મેડિકલ સ્ટોકિસ્ટની ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી અંકલેશ્વર પોતાની સીમા ફાર્મા નામની કંપનીમાંથી આ જથ્થો રાજસ્થાન ખાતે ટ્રાવેલ્સમાં મોકલતો હતો, ત્યારે અમદાવાદ શાહીબાગ નમસ્તે સર્કલ પાસે ટ્રાવેલ્સમાંથી 6 મોટા બોક્સમાંથી 2.08 લાખ ટેબલેટ જેની કિંમત રૂ. 8.32 કરોડની થાય છે, તેને જપ્ત કરી છે.

છેલ્લા બે મહિનાથી જ આરોપી મેડિકલ સ્ટોકિસ્ટનું કાયદેસરનું લાઇસન્સ લઈ પ્રતિબંધિત દવા ટ્રામાડોલનું વેચાણ કરતો હતો.આરોપી ખોટી બિલ્ટી બનાવી અન્ય દવાઓના નામે ખોટા ટેક્સ ઇન્વોઇસ બનાવી ટ્રામાડોલનો જથ્થો અંકલેશ્વરથી રાજસ્થાન મોકલી રહ્યો છે.

ગુજરાત એટીએસના ડીઆઇજી (ઓપરેશન) સુનિલ જોશીએ જણાવ્યું હતું કે, ડીવાયએસપી એસ.એલ ચૌધરીને બાતમી મળી હતી કે મૂળ રાજસ્થાનના સાદરીનો અને હાલમાં વલસાડના પારડી ખાતે રહેતો પરેશ પારસમલ જૈન નામનો ગેરકાયદેસર રીતે સાઇકોટ્રોપીક સબસ્ટન્સ ટ્રામાડોલનું વેચાણ કરી રહ્યો છે. અંકલેશ્વરથી ટ્રાવેલ્સમાં રાજસ્થાન ખાતે મોટા પ્રમાણમાં ટ્રામાડોલ દવાઓનો જથ્થો ખોટી દવાઓની બિલ્ટી બનાવીને મોકલવામાં આવી રહ્યો હોવાને લઈ એટીએસના પી. આઈ. ડી.ડી. રહેવર અને પીએસઆઇ તેમજ એટીએસની ટીમ સાથે ક્રાઈમ બ્રાન્ચ અને એસએસોજીની ટીમ બનાવી હતી.

ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે બાતમી મેળવીને અંકલેશ્વરથી લક્ઝરી બસ નીકળી અને અમદાવાદ શાહીબાગ નમસ્તે સર્કલ પાસે આવી ત્યારે પોલીસે તે બસ તપાસ કરી હતી. તેમાં અલગ-અલગ 6 બોક્સ મળી આવ્યા હતા. જેમાં નાના-નાના કુલ 416 જેટલા બોક્સ પણ મળી આવ્યા હતા.

પોલીસે જપ્ત કરેલા આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે 8 કરોડ 32 લાખ રૂપિયા હોવાનું એટીએસએ જણાવ્યું છે.તેને લઈને 2 જુલાઈ સુધી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande