પૂર્વ કોર્પોરેટરના પુત્રે પહેલા માળેથી ઝંપલાવી આત્મહત્યાનો પ્રયાસ, પત્ની અને સાસરિયા સામે ફરિયાદ
સુરત, 26 જૂન (હિ.સ.) : સુરતમાં સોશિયલ મીડિયા પર યુવતી સાથેના ફોટા અને આક્ષેપસભર પોસ્ટ વાયરલ થતાં પૂર્વ કોર્પોરેટરના પુત્રે માનસિક તણાવમાં આવી પોતાના ઘરના પહેલા માળેથી ઝંપલાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનામાં તેને પગમાં ગંભીર
પૂર્વ કોર્પોરેટરના પુત્રે પહેલા માળેથી ઝંપલાવી આત્મહત્યાનો પ્રયાસ, પત્ની અને સાસરિયા સામે ફરિયાદ


સુરત, 26 જૂન (હિ.સ.) : સુરતમાં સોશિયલ મીડિયા પર યુવતી સાથેના ફોટા અને આક્ષેપસભર પોસ્ટ વાયરલ થતાં પૂર્વ કોર્પોરેટરના પુત્રે માનસિક તણાવમાં આવી પોતાના ઘરના પહેલા માળેથી ઝંપલાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનામાં તેને પગમાં ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ મામલે પૂર્વ કોર્પોરેટરે અલગ રહેતી પુત્રવધૂ તેમજ તેના માતા-પિતા સામે સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, 'સુરતી ન્યૂઝ મીડિયા' નામના સોશિયલ મીડિયા પેજ પર પૂર્વ કોર્પોરેટરના પુત્રના ચારિત્ર્ય અંગે આક્ષેપ કરતી પોસ્ટ સાથે અન્ય યુવતી સાથેના ફોટા વાયરલ કરવામાં આવ્યા હતા. ફરિયાદમાં એવો પણ દાવો કરાયો છે કે અગાઉ પુત્રવધૂને અન્ય વ્યક્તિ સાથે હોટલમાં ઝડપાયા બાદ તેણે પોતાની ભૂલ સ્વીકારી બાંહેધરીપત્ર આપ્યું હતું. હવે તે દસ્તાવેજ પરત મેળવવા માટે બદનામીનું કાવતરું રચવામાં આવ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

પૂર્વ કોર્પોરેટરના જણાવ્યા મુજબ, સોશિયલ મીડિયા પર થયેલી બદનામીના કારણે તેમના પુત્ર પર ભારે માનસિક અસર થઈ હતી, જેના પગલે તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો. પોલીસે પત્ની, સાસુ અને સસરા સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. જોકે, ફરિયાદમાં કરવામાં આવેલા તમામ આક્ષેપોની સત્યતા અંગે પોલીસ તપાસ ચાલી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande