મહેસાણાના કડી વિસ્તારમાં LCBએ ₹4.05 લાખના વિદેશી દારૂ સાથે બોલેરો ગાડી કબજે કરી
મહેસાણા, 26 જૂન (હિ.સ.) મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલી એક બોલેરો ગાડી ઝડપી પાડી હતી. પોલીસે દારૂના જથ્થા સહિત કુલ ₹4.05 લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશનનો ગુનો નો
મહેસાણાના કડી વિસ્તારમાં LCBએ ₹4.05 લાખના વિદેશી દારૂ સાથે બોલેરો ગાડી કબજે કરી


મહેસાણા, 26 જૂન (હિ.સ.) મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલી એક બોલેરો ગાડી ઝડપી પાડી હતી. પોલીસે દારૂના જથ્થા સહિત કુલ ₹4.05 લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો છે.

જિલ્લામાં પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત LCBના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. કામળીયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન PSI બી.એ. પરમાર અને તેમની ટીમને ખાનગી બાતમી મળી હતી.

બાતમીના આધારે નંદાસણ-કડી રોડ પર દુધસાગર ડેરી નજીક દરોડો પાડતાં બોલેરો ગાડી માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 492 શીલબંધ નાની-મોટી બોટલો (કુલ 156 લિટર) મળી આવી હતી. પોલીસે અંદાજે ₹1.05 લાખ કિંમતનો દારૂ, ₹3 લાખની બોલેરો ગાડી તેમજ અન્ય દસ્તાવેજો મળી કુલ ₹4.05 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ મામલે બોલેરો ગાડીના ચાલક સામે કડી પોલીસ સ્ટેશનમાં ગુજરાત પ્રોહિબિશન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande