મંડળ રેલ પ્રબંધકે ભાવનગર–સુરેન્દ્રનગર ગેટ સેક્શનનું વિન્ડો ટ્રેલિંગ અને સંરક્ષા નિરીક્ષણ કર્યું
ભાવનગર, 26 જૂન (હિ.સ.) : પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ શુક્રવાર, 26 જૂન, 2026ના રોજ ભાવનગર પરા થી સુરેન્દ્રનગર ગેટ સ્ટેશન સુધી વિસ્તૃત વિન્ડો ટ્રેલિંગ તથા સંરક્ષા નિરીક્ષણ કર્યું. નિરીક્ષણ દરમિયાન તેમણે ખોડિયાર મંદિર,
મંડળ રેલ પ્રબંધકે ભાવનગર–સુરેન્દ્રનગર ગેટ સેક્શનનું વિન્ડો ટ્રેલિંગ અને સંરક્ષા નિરીક્ષણ કર્યું


ભાવનગર, 26 જૂન (હિ.સ.) : પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ શુક્રવાર, 26 જૂન, 2026ના રોજ ભાવનગર પરા થી સુરેન્દ્રનગર ગેટ સ્ટેશન સુધી વિસ્તૃત વિન્ડો ટ્રેલિંગ તથા સંરક્ષા નિરીક્ષણ કર્યું. નિરીક્ષણ દરમિયાન તેમણે ખોડિયાર મંદિર, સોનગઢ, બજૂદ, સણોસરા, ધોળા, બોટાદ, લીંબડી તથા સુરેન્દ્રનગર ગેટ સ્ટેશનોનું સંરક્ષા, સંચાલન, આધારભૂત માળખું અને યાત્રી સુવિધાઓના દૃષ્ટિકોણથી સઘન અવલોકન કર્યું.

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે નિરીક્ષણ દરમિયાન મંડળ રેલ પ્રબંધકે આ રેલખંડમાં ચાલી રહેલા વિવિધ બાંધકામ કાર્યોની વિશેષ સમીક્ષા કરી. તેમણે બાંધકામ કાર્યોની ગુણવત્તા, નિર્ધારિત સલામતી ધોરણોના પાલન તથા કાર્યોની પ્રગતિનું વિગતવાર મૂલ્યાંકન કરીને સંબંધિત અધિકારીઓને તમામ કાર્યો સમયમર્યાદામાં અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ કરવા સૂચના આપી.

નિરીક્ષણ દરમિયાન વર્માએ રેલપથ, સિગ્નલ અને દૂરસંચાર પ્રણાલી સહિત રેલવેના વિવિધ આધારભૂત માળખાકીય ઉપકરણોનું પણ સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું. તેમણે રેલવેની સંપત્તિઓના યોગ્ય જાળવણી તેમજ સલામતી ધોરણોના શત-પ્રતિશત પાલન પર વિશેષ ભાર મૂક્યો.

બોટાદ સ્ટેશન ખાતે તેમણે રેલવે કોલોનીનું નિરીક્ષણ કર્યું તેમજ ત્યાં રહેતા રેલવે કર્મચારીઓના પરિવારજનો સાથે સંવાદ કરીને તેમની જરૂરિયાતો અને ઉપલબ્ધ સુવિધાઓ અંગે માહિતી મેળવી.

મંડળ રેલ પ્રબંધકે સ્ટેશન પરિસરની સ્વચ્છતા, પીવાના પાણીની વ્યવસ્થા, પ્રતીક્ષાલય, પ્લેટફોર્મ પર ઉપલબ્ધ યાત્રી સુવિધાઓ તથા સુરક્ષા વ્યવસ્થાઓનું પણ અવલોકન કર્યું. તેમણે સંબંધિત અધિકારીઓને યાત્રિયોને સુરક્ષિત, સુગમ અને ગુણવત્તાસભર સેવાઓ ઉપલબ્ધ કરાવવા જરૂરી માર્ગદર્શન આપ્યું.

નિરીક્ષણ દરમિયાન અધિકારીઓ અને કર્મચારીઓને સંબોધતા વર્માએ જણાવ્યું કે રેલ સંચાલનમાં સલામતી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને સલામતીના તમામ ધોરણોનું સંપૂર્ણ પાલન કરવું દરેક રેલકર્મીની સામૂહિક જવાબદારી છે. તેમણે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને ઉચ્ચ સ્તરની સતર્કતા, વધુ સારા સમન્વય અને કાર્યકુશળતા સાથે પોતાની ફરજો નિભાવવાનો આહ્વાન કર્યું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande