સરથાણામાં માનસી ફેશનનાં નામે બોગસ આઈડી બનાવનાર વિરૂદ્ધ ફરિયાદ
સુરત, 26 જૂન (હિ.સ.) સરથાણા જકાતનાકા વિસ્તારમાં રેડીમેડ કપડાનો ધંધો કરતા વેપારીના ફર્મના નામે કોઈ ભેજાબાજે ફેક ફેસબુક આઈડી બનાવી વેપારીની રીલ્સની કોપી કરી ગ્રાહકોને ગેરમાર્ગે દોરી ફ્રોડ કરી વેપારીના ધંધાને નુકસાન પહોંચાડ્યો હોવાનો બનાવ પોલીસમા
Cyber crimes


સુરત, 26 જૂન (હિ.સ.) સરથાણા જકાતનાકા વિસ્તારમાં રેડીમેડ કપડાનો ધંધો કરતા વેપારીના ફર્મના નામે કોઈ ભેજાબાજે ફેક ફેસબુક આઈડી બનાવી વેપારીની રીલ્સની કોપી કરી ગ્રાહકોને ગેરમાર્ગે દોરી ફ્રોડ કરી વેપારીના ધંધાને નુકસાન પહોંચાડ્યો હોવાનો બનાવ પોલીસમાં નોધાયો છે.

પોલીસના જણાવ્યા મુજબ સરથાણા જકાતનાકા પાસે મેરી ગોલ્ડ રેસીડેન્સીમાં રહેતા દિપક લખાભાઈ ચોડવડીયા સરથાણા જકાતનાકા ખાતે અવધ વાઇસરોયમાં ‘માનસી ફેશન’ નામે કપડાની દુકાન ધરાવે છે. તેઓ છેલ્લા ચાર વર્ષથી ઓનલાઈન તેમજ ઓફલાઈન કપડાંનું વેચાણ કરે છે. તેમના ઇન્સ્ટાગ્રામ પર ‘માનસી ફેશન 7080’ નામનું એકાઉન્ટ છે, જેમાં તેઓ નિયમિત રીતે કપડાંની રીલ્સ અને પ્રોડક્ટની માહિતી પોસ્ટ કરે છે.

દરમિયાન દોઢ મહિના અગાઉ કોઈ અજાણ્યા શખ્સે ‘માનસી ફેશન’ના નામે ફેસબુક પર નકલી આઈડી બનાવી હતી. અને દિપકભાઈના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી રીલ્સ કોપી કરીને ફેક ફેસબુક આઈડી પર અપલોડ કરી હતી. ભેજાબાજ દ્વારા તેમની દુકાનના નામનો દુરુપયોગ કરીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેના કારણે તેમને વેપાર-ધંધાને આર્થિક તેમજ પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું હતું. બનાવ અંગે સરથાણા પોલીસે દિપકભાઈની ફરિયાદને આધારે ગુનો નોંધી સોશિયલ મીડિયા એકાઉન્ટની ટેકનિકલ વિગતોના આધારે તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande