પોરબંદર ભાજપના નવા હોદ્દેદારો ની વર્ણી.
પોરબંદર, 26 જૂન (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા સંગઠનાત્મક નિમણૂકો જાહેર કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પ્રદેશના શીર્ષસ્થ નેતૃત્વ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લા
પોરબંદર ભાજપના નવા હોદ્દેદારો ની વર્ણી.


પોરબંદર ભાજપના નવા હોદ્દેદારો ની વર્ણી.


પોરબંદર ભાજપના નવા હોદ્દેદારો ની વર્ણી.


પોરબંદર ભાજપના નવા હોદ્દેદારો ની વર્ણી.


પોરબંદર, 26 જૂન (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા સંગઠનાત્મક નિમણૂકો જાહેર કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પ્રદેશના શીર્ષસ્થ નેતૃત્વ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લા, મહાનગર, મોરચા અને મંડળ કક્ષાના હોદ્દેદારોની નિમણૂક જાહેર કરી છે.

જેમાં પોરબંદર જિલ્લાના અનેક કાર્યકરોને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે.જાહેર કરાયેલી યાદી મુજબ ગીતા કાણકિયા અને નિર્મલ ઓડેદરાની જિલ્લા ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. જ્યારે પુંજાભાઈ ઓડેદરાને જિલ્લા મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

મહિલા મોરચામાં ભારતી ગોહેલને જિલ્લા પ્રમુખ અને દીપા પલાણને જિલ્લા મહામંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત દિલીપ ખુંટીને કિસાન મોરચાના જિલ્લા મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

તાજેતરમાં પોરબંદર શહેર ભાજપના પ્રમુખ તરીકે વરાયેલા લક્કીરાજસિંહ વાળાને હવે સંગઠન દ્વારા પોરબંદર શહેર મંડળ પ્રમુખ તરીકે પણ જવાબદારી સોંપવામાં આવી છે.નવા હોદ્દેદારોની નિમણૂક બાદ ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સંગઠનને વધુ મજબૂત બનાવવા અને આગામી કાર્યક્રમોને અસરકારક રીતે આગળ વધારવા માટે નવા હોદ્દેદારો મહત્વની ભૂમિકા ભજવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. નવા નિયુક્ત થયેલા તમામ હોદ્દેદારોને ભાજપના આગેવાનો અને કાર્યકરોએ શુભેચ્છાઓ પાઠવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande