
પોરબંદર, 26 જૂન (હિ.સ.)પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા નશીલા પદાર્થોના વેપાર અને હેરાફેરી સામે હાથ ધરાયેલી ઝુંબેશ અંતર્ગત રાણાવાવ પોલીસે વધુ એક સફળ કાર્યવાહી કરી છે. બાતમીના આધારે મહેર સમાજ પાછળના વિસ્તારમાંથી એક શખ્સને 188 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડી તેની પાસેથી કુલ રૂ. 39,900નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ રાણાવાવ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સુતરીયા અને રાણાવાવ પોલીસ ઈન્સપેક્ટર બી.જી.
ડાંગરના માર્ગદર્શન હેઠળ પોલીસની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે મહેર સમાજ પાછળ રેડ કરવામાં આવી હતી.
પોલીસે રાજા ઉર્ફે કારૂ ગીગાભાઈ મોઢવાડિયા (ઉ.વ.57), રહે.સ્ટેશન પ્લોટ, રાણાવાવને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 188 ગ્રામ ગાંજો (મારિજુઆના/હસીસ) કિંમત રૂ. 9,400, એક મોબાઇલ ફોન કિંમત રૂ. 500 તથા ટીવીએસ જ્યુપિટર મોપેડ કિંમત રૂ. 30,000 મળી કુલ રૂ. 39,900નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.આ કેસમાં પ્રકાશ સાગઠીયા, રહે. કુતિયાણાવાળો હાજર મળી આવ્યો ન હતો આ કેસમા આરોપીઓ સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.કાર્યવાહીમાં પીઆઈ બી.જી. ડાંગર, પીએસઆઈ આર.વી. મોરી તથા રાણાવાવ પોલીસની સર્વેલન્સ ટીમના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya