નશામુક્ત સમાજના સંકલ્પ સાથે ભુજમાં ભવ્ય વોકાથોન, હજારો નાગરિકોએ ડ્રગ્સ વિરોધી જનજાગૃતિમાં નોંધાવી ભાગીદારી
કચ્છ, 26 જૂન (હિ.સ.) : ભુજ શહેરમાં 26 જૂનના માદક દ્રવ્યોના દૂરઉપયોગ અને ગેરકાયદેસર તસ્કરી વિરોધી આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી નિમિત્તે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસે નશામુક્ત સમાજના સંદેશને જનજન સુધી પહોંચાડવા ભવ્ય વોકાથોનનું આયોજન કર્યું હતું. યુવાનો સ
નશામુક્ત સમાજના સંકલ્પ માટે ભુજમાં રેલી યોજાઈ


નશામુક્ત સમાજના સંકલ્પ માટે ભુજમાં રેલી યોજાઈ


નશામુક્ત સમાજના સંકલ્પ માટે ભુજમાં રેલી યોજાઈ


નશામુક્ત સમાજના સંકલ્પ માટે ભુજમાં રેલી યોજાઈ


કચ્છ, 26 જૂન (હિ.સ.) : ભુજ શહેરમાં 26 જૂનના માદક દ્રવ્યોના દૂરઉપયોગ અને ગેરકાયદેસર તસ્કરી વિરોધી આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી નિમિત્તે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસે નશામુક્ત સમાજના સંદેશને જનજન સુધી પહોંચાડવા ભવ્ય વોકાથોનનું આયોજન કર્યું હતું. યુવાનો સહિત વિવિધ ક્ષેત્રના લોકોની ઉત્સાહભરી હાજરી વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમે સમાજમાં નશાખોરી સામે જાગૃતિ ફેલાવવાનો મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો.

ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આયોજિત આ જનજાગૃતિ અભિયાનમાં સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન અનુસાર સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે થયો હતો, જ્યાં ઉપસ્થિત મહાનુભાવોએ નશામુક્ત જીવનશૈલી અપનાવવા અને સમાજને માદક દ્રવ્યોના દૂષણથી બચાવવા માટે પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું.

ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતશ્રીએ આશીર્વચન આપતાં નૈતિક મૂલ્યો અને વ્યસનમુક્ત જીવનનું મહત્વ સમજાવ્યું હતું. ત્યારબાદ ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ તેમજ ભુજ નગરપાલિકાના પ્રમુખ શીતલભાઈ શાહે યુવાનોને નશાના માર્ગથી દૂર રહી દેશ અને સમાજના વિકાસમાં સક્રિય યોગદાન આપવા અપીલ કરી હતી.

આ પછી જ્યુબિલી ગ્રાઉન્ડથી વોકાથોનને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રેલી કચ્છ મિત્ર સર્કલ, ભુજ બસ સ્ટેશન માર્ગે લેક વ્યૂ હોટલ સુધી પહોંચી હતી. સમગ્ર માર્ગ દરમિયાન ભાગ લેનારાઓએ નશાના દૂષણ સામે જાગૃતિ ફેલાવતા બેનરો અને સંદેશાઓ સાથે લોકોને વ્યસનમુક્ત જીવન જીવવા માટે પ્રેરિત કર્યા હતા. શહેરના નાગરિકોએ પણ આ અનોખી પહેલને આવકારી હતી.

કાર્યક્રમમાં ભુજની વિવિધ શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ, પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ, હોમગાર્ડ યુનિટના જવાનો તેમજ બીએસએફના અધિકારીઓ અને જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. સૌએ એકસાથે નશામુક્ત ભારત અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત આ વોકાથોન માત્ર એક પ્રતીકાત્મક રેલી ન રહી, પરંતુ સમાજમાં માદક દ્રવ્યોના વધતા ખતરાઓ સામે જનજાગૃતિનું અસરકારક અભિયાન બની રહી હતી. કાર્યક્રમ દ્વારા ખાસ કરીને યુવા પેઢીને વ્યસનથી દૂર રહી ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવાનો સશક્ત સંદેશ આપવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande