
Mahrsanaમહેસાણા જિલ્લામાં આજરોજ માનનીય નાયબ નિયામક (ઝોનલ), એકીકૃત બાળ વિકાસ સેવા યોજના (ICDS)ની મુલાકાત દરમિયાન શાખાકીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિવિધ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બેઠક દરમિયાન ICDSની વિવિધ યોજનાઓના અસરકારક અમલીકરણ, પાયાના પ્રશ્નોના નિરાકરણ અને શાખાકીય કામગીરીમાં વધુ સરળતા તથા સહજતા લાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત વિવિધ પ્રોજેક્ટની પ્રગતિ, સેવા વિતરણની ગુણવત્તા અને કામગીરીમાં આવતી મુશ્કેલીઓ અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી.
નાયબ નિયામકશ્રીએ અધિકારીઓને સરકારની યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી સમયસર અને અસરકારક રીતે પહોંચે તે માટે સુનિશ્ચિત આયોજન સાથે કામગીરી કરવાની સૂચના આપી હતી. તેમણે શાખાકીય સંકલન મજબૂત બનાવી પારદર્શિતા અને જવાબદારી સાથે કામગીરી કરવા પર પણ ભાર મૂક્યો હતો.
બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓએ પોતાના વિભાગની કામગીરી અંગે માહિતી રજૂ કરી હતી અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. અંતે કામગીરીને વધુ કાર્યક્ષમ બનાવવા માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠક સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી., 26 જૂન (હિ.સ.)
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR