મહેસાણા જિલ્લાના સામેત્રા ગામે, પૂર જેવી પરિસ્થિતિ અંગે મોકડ્રિલ યોજાઈ
મહેસાણા, 26 જૂન (હિ.સ.)મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચોમાસા દરમિયાન સંભવિત પૂર જેવી આપત્તિની સ્થિતિમાં તંત્રની સજ્જતા ચકાસવા માટે સામેત્રા ગામ ખાતે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભ્યાસનો મુખ્ય હેતુ આપત્તિ સમયે વિવિધ વિભાગો વચ્ચે સંકલ
મહેસાણા જિલ્લાના સામેત્રા ગામે પૂર જેવી પરિસ્થિતિ અંગે મોકડ્રિલ યોજાઈ


મહેસાણા, 26 જૂન (હિ.સ.)મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચોમાસા દરમિયાન સંભવિત પૂર જેવી આપત્તિની સ્થિતિમાં તંત્રની સજ્જતા ચકાસવા માટે સામેત્રા ગામ ખાતે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભ્યાસનો મુખ્ય હેતુ આપત્તિ સમયે વિવિધ વિભાગો વચ્ચે સંકલન, ઝડપી પ્રતિસાદ અને બચાવ કામગીરીની તૈયારીનું મૂલ્યાંકન કરવાનો હતો.

મોકડ્રિલ દરમિયાન, જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે પૂર જેવી પરિસ્થિતિનો મોક સંદેશ પ્રાપ્ત થતાં જ સંબંધિત વિભાગોને તાત્કાલિક એલર્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ફાયર બ્રિગેડ, રેસ્ક્યુ ટીમ, પોલીસ, આરોગ્ય વિભાગ તેમજ અન્ય સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ સ્થળ પર પહોંચી બચાવ અને રાહત કામગીરીનું સફળ પ્રદર્શન કર્યું હતું.

આ મોકડ્રિલ દરમિયાન લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની પ્રક્રિયા, બચાવ સાધનોનો ઉપયોગ, ઇમરજન્સી સંકલન તેમજ વિવિધ વિભાગો વચ્ચેના સંચારની કામગીરીનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આવી મોકડ્રિલથી આપત્તિના સમયે ઝડપી અને અસરકારક કામગીરી કરવામાં સરળતા રહે છે.

જિલ્લા વહીવટીતંત્રે નાગરિકોને ચોમાસા દરમિયાન સાવચેતી રાખવા, સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા તેમજ કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં તંત્રને સહકાર આપવા અપીલ કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande