મહેસાણાના વિસનગરમાં ગૌચર જમીન પરના બિનઅધિકૃત દબાણો દૂર કરવાની કાર્યવાહી
મહેસાણા, 26 જૂન (હિ.સ.)મહેસાણા જિલ્લાના વિસનગર નગરપાલિકા વિસ્તારમાં ગૌચર જમીન પર બિનઅધિકૃત રીતે કરવામાં આવેલા કાચા તેમજ પાકા બાંધકામો સામે તંત્ર દ્વારા અસરકારક દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સરકારી જમીનને દબાણમુક્ત બનાવી તેના મૂળ હેતુ
મહેસાણાના વિસનગરમાં ગૌચર જમીન પરના બિનઅધિકૃત દબાણો દૂર કરવાની કાર્યવાહી


મહેસાણા, 26 જૂન (હિ.સ.)મહેસાણા જિલ્લાના વિસનગર નગરપાલિકા વિસ્તારમાં ગૌચર જમીન પર બિનઅધિકૃત રીતે કરવામાં આવેલા કાચા તેમજ પાકા બાંધકામો સામે તંત્ર દ્વારા અસરકારક દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સરકારી જમીનને દબાણમુક્ત બનાવી તેના મૂળ હેતુ માટે ઉપયોગમાં લઈ શકાય તે માટે આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

નગરપાલિકા, મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર અને સંબંધિત વિભાગોના અધિકારીઓની હાજરીમાં પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવામાં આવી હતી. ગૌચર જમીન પર ઉભા કરાયેલા ગેરકાયદેસર કાચા તેમજ પાકા બાંધકામોને મશીનરીની મદદથી દૂર કરવામાં આવ્યા હતા. કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ગૌચર જમીનનું સંરક્ષણ કરવું અત્યંત જરૂરી છે અને સરકારી જમીન પરના કોઈપણ પ્રકારના ગેરકાયદેસર દબાણને ચલાવી લેવામાં આવશે નહીં. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

જિલ્લા તંત્રે નાગરિકોને સરકારી જમીન પર દબાણ ન કરવા તેમજ જાહેર હિતમાં તંત્રને સહકાર આપવા અપીલ કરી હતી. ભવિષ્યમાં પણ આવા ગેરકાયદેસર દબાણો સામે સતત કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande