
મહેસાણા, 26 જૂન (હિ.સ.)ઊંઝા પોલીસ સ્ટેશનની ટીમે ગુપ્ત બાતમીના આધારે, હાઇવે રોડ પર આવેલા એક ગેસ્ટ હાઉસમાં દરોડો પાડી દેહવ્યાપારના કથિત રેકેટનો પર્દાફાશ કર્યો છે. કાર્યવાહીમાં ગેસ્ટ હાઉસના સંચાલક, ત્રણ ગ્રાહકો અને ત્રણ મહિલાઓને સ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યા હતા.
પોલીસને માહિતી મળી હતી કે, હાઇવે સર્કલ સામે આવેલા ભવન કોમ્પ્લેક્સના પ્રથમ માળે સ્થિત 'ન્યુ વ્રજ ગેસ્ટ હાઉસ'માં બહારથી મહિલાઓને બોલાવી અનૈતિક પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી છે. બાતમીના આધારે પો.સબ.ઇન્સ. એમ.કે. કાપડીયા અને તેમની ટીમે, દરોડો પાડતાં સ્થળ પરથી સંચાલક ચૌધરી ભરતભાઈ હીરાભાઈ પરમાભાઈ તેમજ ત્રણ ગ્રાહકોને ત્રણ મહિલાઓ સાથે મળી આવ્યા હતા.
પોલીસે સ્થળ પરથી અંદાજે ₹30,000 કિંમતના 3 મોબાઇલ ફોન, કબજે કરી મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે સંબંધિત કાયદાની જોગવાઈઓ હેઠળ, ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર કાર્યવાહી ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, મહેસાણા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને નાયબ પોલીસ અધિક્ષક મિલાપ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. પોલીસ ટીમની આ કાર્યવાહી બાદ વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR