
મહેસાણા, 26 જૂન (હિ.સ.)ઊંઝા શહેર રબારી સમાજ દ્વારા કેવલેશ્વર મહાદેવના પટાંગણમાં શ્રેષ્ઠીઓ તથા ગુજરાત રાજ્ય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજેતા બનેલા ઉમેદવારોના સન્માન માટે ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી વાળીનાથ મહાદેવના આશીર્વાદ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ જે. દેસાઈ અને અધ્યક્ષ તરીકે પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ હાજર રહ્યા હતા. ઉપરાંત રાષ્ટ્રીય OBC મોરચાના ઉપાધ્યક્ષ સાગરભાઈ રાયકા, ભાજપ પ્રદેશ મંત્રી સંજયભાઈ દેસાઈ, ખેડા જિલ્લા ભાજપ પ્રભારી રમેશભાઈ દેસાઈ, ઊંઝાના ધારાસભ્ય કે.કે. પટેલ, ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ, ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તેમજ પૂર્વ મામલતદાર ઈશ્વરભાઈ એસ. દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
શિવધામ–વાળીનાથ અખાડા, તરભના મહંતશ્રી જયરામગીરીજી મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં સમાજના વિવિધ ક્ષેત્રે યોગદાન આપનારા શ્રેષ્ઠીઓ તેમજ વિજેતા ઉમેદવારોનું સન્માન કરવામાં આવ્યું હતું. ભોજન વ્યવસ્થામાં રમેશભાઈ ભુરાભાઈ દેસાઈનું વિશેષ યોગદાન રહ્યું હતું, જ્યારે સમગ્ર કાર્યક્રમના સૌજન્યકર્તા તરીકે બળદેવભાઈ ભુરાભાઈ દેસાઈએ જવાબદારી નિભાવી હતી. સમારોહ સૌહાર્દ, એકતા અને સમાજ વિકાસના સંદેશ સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR