ઊંઝામાં આદ્યશક્તિ શ્રી નમેણ માતાજીના, ઉજાણી પર્વે ભક્તિમય માહોલ સર્જાયો
મહેસાણા, 26 જૂન (હિ.સ.)ઊંઝા ખાતે શ્રી દુધલીની દેશ આંટા કડવા પાટીદાર સમાજ દ્વારા, આદ્યશક્તિ શ્રી નમેણ માતાજીના ઉજાણી પર્વ નિમિત્તે બે દિવસીય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહીને માતાજીના
ઊંઝામાં આદ્યશક્તિ શ્રી નમેણ માતાજીના ઉજાણી પર્વે ભક્તિમય માહોલ સર્જાયો


મહેસાણા, 26 જૂન (હિ.સ.)ઊંઝા ખાતે શ્રી દુધલીની દેશ આંટા કડવા પાટીદાર સમાજ દ્વારા, આદ્યશક્તિ શ્રી નમેણ માતાજીના ઉજાણી પર્વ નિમિત્તે બે દિવસીય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહીને માતાજીના દર્શન કરી ભક્તિનો લાભ લીધો હતો.

તા. 23 જૂન, 2026ના રોજ રમણવાડી સ્થિત નવનિર્મિત AC હોલમાં 'શ્રી રામ સેના સુંદરકાંડ પરિવાર' દ્વારા, સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તિમય સ્વરમાં ગવાયેલા સુંદરકાંડના પાઠથી સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક બની ગયું હતું. ઉપસ્થિત ભક્તોએ શ્રીરામ અને હનુમાનજીના ગુણગાન સાથે ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી.

તા. 24 જૂન, 2026ની રાત્રે આદ્યશક્તિ શ્રી નમેણ માતાજીના ચાચર ચોકમાં, ભવ્ય આનંદ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જાણીતા કલાકાર દર્શન પંડ્યા અને તેમની ટીમે સંગીતમય ગરબાની મનમોહક રજૂઆત કરી હતી. માતાજીની આરાધનામાં લીન થયેલા ભક્તોએ, ઉત્સાહભેર ગરબા રમી ઉજાણી પર્વને યાદગાર બનાવ્યો હતો.

બંને કાર્યક્રમોમાં પાટીદાર સમાજના આગેવાનો, ભાઈ-બહેનો તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આયોજકો દ્વારા કરવામાં આવેલી સુવ્યવસ્થિત આયોજન અને સેવાભાવની સૌએ પ્રશંસા કરી હતી. સમગ્ર કાર્યક્રમ ભક્તિ, શ્રદ્ધા અને સાંસ્કૃતિક પરંપરાના સુંદર સમન્વયનું પ્રતિક બન્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande