ઉંઝામાં પેસેન્જરોના રૂપિયા ચોરી કરતો રિક્ષાચાલક LCBના હાથે ઝડપાયો
મહેસાણા, 26 જૂન (હિ.સ.) મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ ઉંઝા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષામાં મુસાફરોને બેસાડી તેમની નજર ચૂકવી રોકડ રકમની ચોરી કરનાર એક આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી ₹20,000 રોકડા તેમજ રિક્ષા મળી કુલ ₹90,000નો મુદ્દ
ઉંઝામાં પેસેન્જરોના રૂપિયા ચોરી કરતો રિક્ષાચાલક LCBના હાથે ઝડપાયો


મહેસાણા, 26 જૂન (હિ.સ.) મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ ઉંઝા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષામાં મુસાફરોને બેસાડી તેમની નજર ચૂકવી રોકડ રકમની ચોરી કરનાર એક આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી ₹20,000 રોકડા તેમજ રિક્ષા મળી કુલ ₹90,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા LCB દ્વારા પેટ્રોલિંગ અને વોચ રાખવામાં આવી રહી હતી. દરમિયાન ઉમાપુરમ સર્કલ પાસે પેટ્રોલિંગ દરમિયાન PSI બી.એ. પરમાર અને હેડ કોન્સ્ટેબલ સંજયભાઈને બાતમી મળી હતી કે બસ સ્ટેશન સામે બ્રિજ નીચે ઉભેલો એક રિક્ષાચાલક મુસાફરોના રૂપિયા ચોરી કરે છે.

બાતમીના આધારે પોલીસે અરબાજખાંન રસીકખાંન પઠાણ બોરસદ, જિલ્લો આણંદને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન આરોપીએ આશરે એક મહિના અગાઉ ઉનાવા દરગાહથી પરત ફર્યા બાદ ઉંઝા બજારમાં એક મુસાફરના પેન્ટના ખિસ્સામાંથી ₹20,000ની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

આ કેસ ઉંઝા પોલીસ સ્ટેશનમાં અગાઉ નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ માટે તેને ઉંઝા પોલીસને સોંપવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande