ડિંડોલીમાં ઘર પાસે રમી રહેલી બાળકી પર કાર ફરી વળતાં મોત નિપજ્યું
સુરત, 26 જૂન (હિ.સ.) શહેરનાં ડિંડોલી વિસ્તારમાં ઘર પાસે રમી રહેલી માત્ર ચાર વર્ષીય માસુમ બાળકીને બેફામ કાર ચાલકે કચડી નાખી મોતને ઘાટ ઉતારી દેતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી પ્રસરી જવા પામી છે. ઘટના અંગે જાણ થતાં જ પરિવારજનોએ તાત્કાલિક બાળકીને
Arrest


સુરત, 26 જૂન (હિ.સ.) શહેરનાં ડિંડોલી વિસ્તારમાં ઘર પાસે રમી રહેલી માત્ર ચાર વર્ષીય માસુમ બાળકીને બેફામ કાર ચાલકે કચડી નાખી મોતને ઘાટ ઉતારી દેતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી પ્રસરી જવા પામી છે. ઘટના અંગે જાણ થતાં જ પરિવારજનોએ તાત્કાલિક બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી. ઘટનાને પગલે પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે. બીજી તરફ સ્થાનિક પોલીસ દ્વારા આરોપી કાર ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર શહેરનાં ડિંડોલી વિસ્તારમાં પ્રયાસો પાર્ક સોસાયટીમાં ગત રોજ ચાર વર્ષીય બાળકી ઘરની બહાર રમી રહી હતી. આ દરમિયાન સોસાયટીમાં જ રહેતો નીતિન મિશ્રા પોતાની કારને વળાવવા જતાં બાળકી કારની નીચે આવી ગઈ હતી. માસુમ બાળકી સ્નેહા ઉપર કાર ફરી વળતાં તેના રૂદનનો અવાજ સાંભળીને આસપાસનાં રહેવાસીઓ એકઠાં થઈ ગયા હતા અને તાત્કાલિક પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.

પરિવારજનોએ સ્નેહાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડતાં તબીબોએ સ્નેહને મૃત જાહેર કરી હતી. બીજી તરફ સ્થાનિકોએ કાર ચાલક નીતિન મિશ્રાને ઘટના સ્થળે જ ઝડપી પાડ્યો હતો. સ્થાનિકોનાં જણાવ્યા મુજબ આરોપી નીતિન મિશ્રા કારમાં મોબાઈલ પર વાતોમાં મશગુલ હતો અને જેને પગલે આ દુર્ઘટના સર્જાવા પામી છે. ડિંડોલી પોલીસ દ્વારા નીતિન મિશ્રાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande