મહેસાણાના બે ગામોમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજાયો
મહેસાણા, 26 જૂન (હિ.સ.) મહેસાણા તાલુકાના રેલ્વેપુરા (નાનીદાઉ) અને સોનેરીપુરા પ્રાથમિક શાળામાં પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન નવા પ્રવેશ મેળવનારા બ
મહેસાણાના બે ગામોમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજાયો


મહેસાણા, 26 જૂન (હિ.સ.) મહેસાણા તાલુકાના રેલ્વેપુરા (નાનીદાઉ) અને સોનેરીપુરા પ્રાથમિક શાળામાં પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન નવા પ્રવેશ મેળવનારા બાળકોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં બાલવાટિકામાં 38 બાળકો તથા આંગણવાડીમાં 11 બાળકોનું નામંકન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ બાલવાટિકાના 38 બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરી હતી તેમજ શાળાના તમામ વિદ્યાર્થીઓને ચોકલેટ અને મીઠાઈનું વિતરણ કર્યું હતું.

આ પ્રસંગે પોલીસ અધિક્ષકે પોતાના સંબોધનમાં શિક્ષણના મહત્વ પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, ગુણવત્તાસભર શિક્ષણ જીવનમાં સફળતા માટેનો મજબૂત પાયો છે અને તેના દ્વારા સરકારી તેમજ ખાનગી ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી બનાવી શકાય છે.

કાર્યક્રમ દરમિયાન શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ના સભ્યો સાથે બેઠક યોજી શાળાના વિકાસ અને શૈક્ષણિક ગુણવત્તા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં CRC કો-ઓર્ડિનેટર પીયુષ પટેલ, ખેતી અધિકારી એસ.એસ. ચૌધરી, તાલુકા પંચાયત સભ્ય કીંજલબા વાધેલા, સરપંચો, ગામના આગેવાનો, શિક્ષકો, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande