છાયા રણમાં એક સાથે હજારો માછલીના મોત.
પોરબંદર, 26 જૂન (હિ.સ.) પોરબંદરના છાયા રણ વિસ્તારમાં હજારોની સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં મળી આવતાં પર્યાવરણપ્રેમીઓ અને સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. જળાશયના વિવિધ વિસ્તારોમાં મૃત માછલીઓ પાણીની સપાટી પર તરતી જોવા મળતાં આ ઘટના પાછળનું કારણ શું હોઈ
છાયા રણમાં એક સાથે હજારો માછલીના મોત.


છાયા રણમાં એક સાથે હજારો માછલીના મોત.


છાયા રણમાં એક સાથે હજારો માચાલીના મોત.


છાયા રણમાં એક સાથે હજારો માચાલીના મોત.


પોરબંદર, 26 જૂન (હિ.સ.) પોરબંદરના છાયા રણ વિસ્તારમાં હજારોની સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં મળી આવતાં પર્યાવરણપ્રેમીઓ અને સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. જળાશયના વિવિધ વિસ્તારોમાં મૃત માછલીઓ પાણીની સપાટી પર તરતી જોવા મળતાં આ ઘટના પાછળનું કારણ શું હોઈ શકે તે અંગે અનેક સવાલો ઊભા થયા છે.

પ્રાથમિક તબક્કે ભારે ગરમીના કારણે પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જવું અથવા કોઈ પ્રકારનું પાણીનું પ્રદૂષણ આ ઘટનાનું કારણ હોઈ શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, માછલીઓના મોટા પાયે થયેલા મોત પાછળનું સાચું કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.જે કોઈ કેમિકલયુક્ત કે પ્રદૂષિત પાણી જળાશયમાં ભળ્યું હોય તો તેની ગંભીર પર્યાવરણીય અસર થઈ શકે છે.માછલીઓના અચાનક થયેલા મોતથી જળચર જીવસૃષ્ટિ પર ખતરો ઊભો થયો હોવાનું માનવામાં આવે છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં પ્રદૂષણ નિયંત્રણ વિભાગ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. જળાશયના પાણીના નમૂનાઓ લઈને તેની વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવે અને માછલીઓના મોતનું ચોક્કસ કારણ જાહેર કરવામાં આવે તેવી માંગ ઉગ્ર બની રહી છે.

છાયા રણમાં સર્જાયેલી આ ઘટના માત્ર માછલીઓના મોત પૂરતી સીમિત નથી, પરંતુ સમગ્ર પર્યાવરણ માટે ચેતવણી સમાન બની છે. હવે પ્રદૂષણ નિયંત્રણ વિભાગ અને સંબંધિત તંત્ર તાત્કાલિક તપાસ હાથ ધરી ઘટનાના મૂળ સુધી પહોંચે તે જરૂરી બન્યું છે કારણ કે નજીકમાં જ ખાનગીકંપની આવેલી છે ત્યારે તટસ્થ તપાસ પ્રદુષણ વિભાગ હાથ ધરે તે જરૂરી બની ગયું છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande