
અમદાવાદ,26 જૂન (હિ.સ.) અમદાવાદના સાઉથ બોપલમાં આવેલી એલડીઆર ઇન્ટરનેશનલ સ્કૂલમાં જ નાના બાળક સાથે એક કર્મચારીએ શારીરિક અડપલાં કર્યા હોવાનો ગંભીર આક્ષેપ લાગ્યો છે. એલડીઆર ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રાથમિક વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે સ્કૂલના જ કર્મચારીઓએ અડપલાં કરતા વાલીઓ રોષે ભરાયા હતા.સ્કૂલમાં જ કર્મચારીએ બાળક સાથે શારીરિક અડપલાં કર્યા હોવાનો વાલીઓએ આક્ષેપ લગાવી સ્કૂલને ફરિયાદ કરી હતી. ત્યારબાદ સ્કૂલ સંચાલકોએ અડપલાં કરનાર સસ્પેન્ડ કર્યો છે અને મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી એલડીઆર ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રાઇમેરી વિભાગમાં અભ્યાસ કરતા એક નાના વિદ્યાર્થી સાથે શારીરિક અડપલાં થયા હોવાની ગંભીર ઘટના સામે આવી છે. સ્કૂલના જ એક કર્મચારીએ બાળક સાથે વોશરૂમમાં અડપલાં કર્યા હતા. જો કે આ ઘટના બાદ બાળક પણ ડરી ગયો હતો. પ્રાથમિક સ્કૂલમાં અભ્યાસ કરતા બાળક સાથે આ ઘટના બનતા તેને ઘરે જઈને તેના માતા પિતાને જાણ કરી હતી. જેથી દીકરા સાથે શારીરિક અડપલાંની ઘટના બનતા જ વાલીમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેથી તાત્કાલિક પોલીસ પણ સ્કૂલએ પહોંચી ગઈ હતી.
જેથી તાત્કાલિક વાલી બાળક સાથે સ્કૂલએ પહોંચી ગયા અને સમગ્ર ઘટનાની જાણ સ્કૂલ વહીવટી તંત્રને કરી હતી. નાના બાળક સાથે શારીરિક અડપલાની ઘટનાનો મામલો સામે આવતા સ્કૂલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ ઘટનાની ગંભીરતા સમજીને સ્કૂલે કર્મચારીને તાત્કાલિક સસ્પેન્ડ કર્યો છે. તેમજ વાલીઓની ફરિયાદને ધ્યાનમાં લઇને તાત્કાલિક સ્કૂલે તપાસ શરૂ કરી છે. તેમજ ડીઇઓ અને ડીપીઇઓને પણ ઘટનાની જાણ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ