પોરબંદરના ખરવાવાડ વિસ્તારમાં રહેણાંક મકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો
પોરબંદર, 26 જૂન (હિ.સ.) : પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં થયેલી ચોરીની ઘટનાનો કીર્તિમંદિર પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડયો છે. પોલીસે આરોપી પાસેથી ચોરી કરાયેલ રૂ.81,305નો મુદામાલ પણ કબ્જે કર્યો છે.મળતી માહિતી મુજબ, ખારવાવાડ વિસ્તા
ખરવાવાડ વિસ્તારમાં રહેણાંક મકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો.


પોરબંદર, 26 જૂન (હિ.સ.) : પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં થયેલી ચોરીની ઘટનાનો કીર્તિમંદિર પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડયો છે. પોલીસે આરોપી પાસેથી ચોરી કરાયેલ રૂ.81,305નો મુદામાલ પણ કબ્જે કર્યો છે.મળતી માહિતી મુજબ, ખારવાવાડ વિસ્તારમાં રહેતા આર્રિફ સત્તારભાઈ કાજીના રહેણાંક મકાનમાંથી રોકડ અને અન્ય વસ્તુઓ સહિત કુલ રૂ.81,305ના મુદ્દામાલની ચોરી થઈ હતી. બનાવ અંગે ફરિયાદ નોંધાતા કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી.

પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, બાતમીદારો અને અન્ય તપાસના આધારે આરોપી નિલેષ દેવજી ગોહેલ સુધી પહોંચી તેને ઝડપી પાડયો હતો. તેની પૂછપરછ દરમિયાન ચોરીની કબૂલાત મળતા પોલીસે ચોરી કરાયેલ મુદામાલ પણ કબ્જે કર્યો હતો.

કીર્તિમંદિર પોલીસની ઝડપી કામગીરીને કારણે ચોરીની ઘટનાનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલાતા સ્થાનિકોમાં પોલીસની કામગીરીને લઈ સંતોષની લાગણી જોવા મળી રહી છે. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande