
- પિસ્તોલ જોઈ જામનગરનો એ કેસ લઈ ગયો આરોપી સુધી
- સટ્ટાના રવાડે ચડેલા દીપક પર 25 લાખનું દેવું થઈ ગયું
અમદાવાદ,26 જૂન (હિ.સ.) શહેરના કાયદા અને વ્યવસ્થાના ઇતિહાસમાં ચકચારી બનેલી ખાડિયા વિસ્તારની દોઢ કરોડ રૂપિયાના દાગીનાની લૂંટ અને ફાયરિંગના ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને આખરે બે વર્ષ બાદ મોટી સફળતા મળી છે. હાઈટેક અને શાતિર રીતે આચરવામાં આવેલી આ લૂંટનો મુખ્ય સૂત્રધાર બીજો કોઈ નહીં પરંતુ દેશની સરહદોની રક્ષા કરતો એરફોર્સનો એક સક્રિય જવાન નીકળ્યોે.
અમદાવાદના માણેકચોકમાં વેપારીના પગ પર બે વર્ષ પહેલા ગોળી મારીને 1.51 કરોડની લૂંટ ચલાવનાર એરફોર્સના અધિકારીની ઝોન 3 એલસીબીની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
આરોપી એરફોર્સના ટેકનિકલ યુનિટમાં ફરજ બજાવે છે, જેના કારણે તેને તમામ ટેકનિકલ બાબતો અને પોલીસની ગતિવિધિઓથી જાણકાર હોવાના કારણે ખૂબ જ સાવચેતીપૂર્વક લૂંટ કરી હતી. લૂંટ કર્યા બાદ બે કિલોમીટર વિસ્તારમાં સાતથી આઠ વખત રિક્ષાઓ બદલી અને કપડાઓ બદલીને ફરાર થઈ ગયો હતો. જામનગરમાં થયેલા પિસ્તોલની ચોરીના ગુના પરથી આ ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.
ઝોન 3 ડીસીપી રૂપલ સોલંકીએ જણાવ્યું હતું કે, માણેકચોક વિસ્તારમાં 16 જુલાઈ 2024ના રોજ પતાસાની પોળમાં વેપારીની દુકાનમાં બપોરે લાલ ટોપી અને મોઢે રૂમાલ બાંધી આવેલા એક શખ્સે વેપારીને પગમાં ગોળી મારી 1.51 કરોડની લૂંટ કરી હતી. જે અંગે ખાડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. છેલ્લા બે વર્ષથી આ ગુનાનો ભેદ ઉકેલાયો ન હતો. જેને લઈને ખાડિયા પોલીસ અને એલસીબી ની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી.
ખાડીયા પીઆઈ લંગારિયા દ્વારા જુના ગુનાઓને ઉકેલવાને લઈને તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારે લૂંટમાં જે પિસ્તોલ વપરાઈ હતી તે પિસ્તોલ વર્ષ 2024માં જ જામનગરમાં એરફોર્સના નિવૃત્ત અધિકારીના ઘરમાંથી પિસ્તોલ અને રાઉન્ડ સહિતની ઘરફોડ ચોરી થઈ હતી. એક જ જેવી લાગતી હોવાનું જોવા મળ્યું હતું. ખાડિયા પી.આઈ જામનગર એલસીબીમાં ફરજ બજાવીને અમદાવાદ આવેલા હોવાથી તેમને આ અંગે ઊંડાણપૂર્વક જાણકારી હતી. જેથી તેના આધારે તેમણે તપાસ કરવામાં આવી હતી.
એક જ જેવી પિસ્તોલ અને લૂંટને લઈને તપાસ કરતા મૂળ હરિયાણાના અને હાલમાં દિલ્હી ખાતે એરફોર્સમાં ફરજ બજાવનારા એર કમાન્ડિંગ ઓફિસર દિપક બુકેરની પંડોણી હોવાનું બહાર આવ્યું હતું. જેને લઈને પોલીસ દ્વારા દિલ્હીમાં એરફોર્સના અધિકારી સાથે વાતચીત કરી અને ઘરની જડતી કરતા લૂંટમાં વપરાયેલી પિસ્તોલ અને રાઉન્ડ પણ મળી આવ્યા હતા.આરોપી દિપકે લૂંટમાં પિસ્તોલ વાપરી એની ચોરી જામનગરમાંથી કરી હતી.
આરોપી દીપકને ધરપકડ કરી અમદાવાદ લાવી પૂછપરછ કરતા જામનગર એરફોર્સ ખાતે વર્ષ 2017 થી 2024 દરમિયાન તેણે ફરજ બજાવી છે અને નિવૃત્ત અધિકારી સાથે પૈસાની લેવડદેવડમાં પણ તેની વિરુદ્ધ એક ગુનો નોંધાતા એક વર્ષની સજા થઈ હતી અને તેના ગુસ્સામાં નિવૃત્ત અધિકારીના ઘરમાંથી જ ચોરી કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ