પ્રેમિકાએ ભાગીને લગ્ન કરતા યુવકનો દધીચિ બ્રિજ પર રેલીંગ પર ચડીને નદીમાં કૂદી આત્મહત્યાનો પ્રયાસ
- જમાલપુર એમએલએ ખેડાવાલા અને લોકોએ સમજાવતાં માંડ નીચે ઉતર્યો. અમદાવાદ, 26 જૂન (હિ.સ.) : અમદાવાદમાં એક યુવક તેની પ્રેમિકાએ અન્ય સાથે ભાગીને લગ્ન કરતા નદીમાં ઝંપલાવી આત્મહત્યા દધીચિ બ્રિજ પર રેલીંગ પર ચડીને નદીમાં આત્મહત્યાનો પ્રયાસ. આજે વાડજના
પ્રેમિકાએ ભાગીને લગ્ન કરતા યુવકનો દધીચિ બ્રિજ પર રેલીંગ પર ચડીને નદીમાં કૂદી આત્મહત્યાનો પ્રયાસ


- જમાલપુર એમએલએ ખેડાવાલા અને લોકોએ સમજાવતાં માંડ નીચે ઉતર્યો.

અમદાવાદ, 26 જૂન (હિ.સ.) : અમદાવાદમાં એક યુવક તેની પ્રેમિકાએ અન્ય સાથે ભાગીને લગ્ન કરતા નદીમાં ઝંપલાવી આત્મહત્યા દધીચિ બ્રિજ પર રેલીંગ પર ચડીને નદીમાં આત્મહત્યાનો પ્રયાસ.

આજે વાડજના દધીચિ બ્રિજ પર જીવન ટૂંકાવા માટે એક યુવાન રેલી પર ચડી ગયો હતો. યુવકને રેલીંગ પર ચડેલો જોતા જ આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા.

જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તો તે પણ ત્યાં તાત્કાલિક પહોંચી ગયા હતા.

જે બાદ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને આસપાસના લોકોએ એકઠા થઈને યુવકને સમજાવીને નીચે ઉતારી તેનો જીવ બચાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પ્રેમિકાએ અન્ય સાથે ભાગીને લગ્ન કરતા યુવક આત્મહત્યા કરવા પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે.

ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા અને સ્થાનિક લોકો સાથે મળીને યુવકને શાંતિપૂર્વક સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. લાંબી સમજાવટ બાદ યુવક રેલીંગ પરથી નીચે ઉતરવા રાજી થયો હતો. ત્યારબાદ ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા અને આસપાસના લોકોએ તેને સુરક્ષિત રીતે નીચે ઉતારી લીધો અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી.

પોલીસની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી યુવકને પોતાની કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાથમિક માહિતી મુજબ યુવક પ્રેમ પ્રકરણમાં યુવક આપઘાત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પ્રેમ લગ્ન બાદ પ્રેમિકા છોડીને જતી રહી તો યુવક આત્મહત્યા કરવા પ્રયાસ કરી રહ્યો હતો. પ્રેમિકા અન્ય વ્યક્તિ સાથે ભાગીને લગ્ન કરતા યુવક આત્મહત્યા કરવા પહોંચ્યો હતો. જો કે અત્યારે યુવકનો જીવ બચાવ્યા બાદ તેને પોલીસને સોંપવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande