સુરતમાં ગમખ્વાર અકસ્માત: ડમ્પરે મા-દીકરીને કચડ્યા, 22 વર્ષીય માતા અને 3 વર્ષની પુત્રીનું ઘટનાસ્થળે જ મોત
સુરત, 27 જૂન (હિ.સ.) : સુરતના ભેસ્તાન વિસ્તારમાં આજે હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. બેફામ દોડતા ડમ્પરે મોપેડને અડફેટે લેતા 22 વર્ષીય રુકશાન ઇમરાન સૈયદ અને તેમની ત્રણ વર્ષની માસૂમ દીકરી જૈનમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. માહિતી મુજબ
સુરતમાં ગમખ્વાર અકસ્માત: ડમ્પરે મા-દીકરીને કચડ્યા, 22 વર્ષીય માતા અને 3 વર્ષની પુત્રીનું ઘટનાસ્થળે જ મોત


સુરત, 27 જૂન (હિ.સ.) : સુરતના ભેસ્તાન વિસ્તારમાં આજે હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. બેફામ દોડતા ડમ્પરે મોપેડને અડફેટે લેતા 22 વર્ષીય રુકશાન ઇમરાન સૈયદ અને તેમની ત્રણ વર્ષની માસૂમ દીકરી જૈનમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

માહિતી મુજબ, રુકશાન પોતાની દીકરી સાથે મોપેડ પર ડીંડોલી આવાસ તરફ જઈ રહી હતી. તે દરમિયાન ભેસ્તાન વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે તેમના મોપેડને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે માતા અને પુત્રી બંનેનું સ્થળ પર જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા. બીજી તરફ, સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

અકસ્માતની જાણ મળતા ભેસ્તાન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande