ધારાસભ્ય કિરીટ પટેલે સીએમને લખ્યો પત્ર: અધૂરા સિક્સ લેન રોડ પર ટોલ વસૂલાતનો આક્ષેપ
પાટણ, 27 જૂન (હિ.સ.) : રાજકોટ-જેતપુર સિક્સ લેન હાઈવેનું કામ અધૂરું હોવા છતાં ખાનગી કંપની દ્વારા ગેરકાયદેસર ટોલ ટેક્સ વસૂલાત થતી હોવાનો આક્ષેપ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કર્યો છે. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને સમગ્ર મામલે તાત્કાલિક
અધૂરા સિક્સ લેન રોડ પર ટોલ વસૂલાતનો આક્ષેપ, કિરીટ પટેલે CMને લખ્યો પત્ર


પાટણ, 27 જૂન (હિ.સ.) : રાજકોટ-જેતપુર સિક્સ લેન હાઈવેનું કામ અધૂરું હોવા છતાં ખાનગી કંપની દ્વારા ગેરકાયદેસર ટોલ ટેક્સ વસૂલાત થતી હોવાનો આક્ષેપ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કર્યો છે. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને સમગ્ર મામલે તાત્કાલિક તપાસની માંગ કરી છે.

ખોડલધામની બેઠકમાં જતાં સમયે તેમના ધ્યાને આવ્યું કે રાજકોટ-ગોંડલ વચ્ચે રોડનું કામ ચાલુ હોવા છતાં વાહનચાલકો પાસેથી ટોલ વસૂલવામાં આવી રહ્યો છે.

ધારાસભ્યના જણાવ્યા મુજબ રાજકોટ-જેતપુર હાઈવેનું સિક્સ લેનનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. અનેક પુલોનું કામ બાકી હોવાથી વારંવાર ડાયવર્ઝન લેવાં પડે છે, જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

મુખ્યમંત્રીની જનહિતલક્ષી કામગીરીની પ્રશંસા સાથે કિરીટ પટેલે આ મામલે ઉચ્ચસ્તરીય તપાસ કરાવી જવાબદાર સામે કાર્યવાહી કરીને વાહનચાલકોને ન્યાય અપાવવાની માંગ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande